એવું કહેવામાં આવે છે કે માતાના હાથમાં સ્વાદનો જાદુ છે. તે માતાનો પ્રેમ છે જે ભોજનનો સ્વાદ વધારે છે. બનાવો અડદ દાળના મસાલા પુલ્લા.

સામગ્રી:

1 કપ- અડદ દાળ પાણીમાં પલાળેલી,2 નંગ લીલા મરચા,1 નાનો ટુકડો આદુનો,1 નાની ચમચી ચાટ મસાલો,2 મોટા ચમચા લીલી કોથમીર સમારેલી,ચપટી હીંગ,2 મોટા ચમચા- તેલ,મીઠું- સ્વાદ પ્રમાણે

બનાવવાની રીતઃ

પાણીમાં 6 કલાક સુધી અડદ દાળને પલાળીને રાખો. હવે દાળમાંથી પાણી કાઢીને અલગ કરી લો. મિક્સરમાં લીલા મરચા અને આદુની સાથે દાળને પીસી લો.ત્યારબાદ એક મોટા બાઉલમાં આ મિશ્રણ કાઢો અને તમામ મસાલા ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને તેને સારી રીતે હલાવવો.ગરમ તવા પર થોડું તેલ ગરમ કરો. મિશ્રણ નાખીને તેને પુલ્લાની જેમ ફેલાવો. ઉપરના ભાગ પર લીલી કોથમીર નાંખો અને તેને મધ્યમ આંચ પર શેકી લો.ગરમ અડદ દાળના મસાલા પુલ્લા તૈયાર છે તેને તમે લીલી ચટણીની સાથે પીરસો.