ઢોકળા એ ગુજરાતીઓ લોકપ્રિય વાનગી છે. સ્ટીમ ઢોકળા ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના દેરક ઘરે બનતો હશે. ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે. તો આજે બનાવો ખાટા ઢોકળા. 

સામગ્રી:

૩ વાટકી ચોખા,૧ વાટકી અડદની દાળ,૨ ગ્લાસ ખાટી છાશ,૧ ગ્લાસ ગરમ પાણી,૨ ચમચી મેથી દાણા,૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ,૧ નાની ચમચી હળદર,૧ નાની ચમચી ઈનો,કાળા તલ,લાલ મરચું,મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ

ચોખા ને ઘોઇ સુકવી લો. હવે તેમાં અડદની દાળ ઉમેરીને તેને મિડીયમ ઘંટી માં દળી લો.હવે એક વાસણમાં ગરમ પાણી મૂકી દો. ઢોકડા નું પલાળવા લોટ માં જરૂર મુજબ છાશ અને પાણી નાખી ૬ થી ૭ કલાક રાખોહવે ઢોકળીયા માં પાણી મૂકો. ઢોકળા ના આછા માં હળદર, મીઠું, આદું મરચાં ઉમેરીને બરાબર મિક્ષ કરોત્યારબાદ એક થાળી ઢોકળા થાય તેટલું એક વાસણમાં લઈ તેમાં ઈનો અને તેની ઉપર ગરમ પાણી નાખી ખૂબ હલાવોયાદ રાખો કે ઢોકળા ના બઘા બેટર માં ઈનો કે સોડા ક્યારેય મિક્ષ ન કરો.બેટર ને હલાવી ને ગ્રીસ કરેલી થાળી માં રેડી ઉપરથી કાળાં તલ અને લાલ મરચું નાખી તેને ૫ થી ૭ મિનિટ માટે સ્ટીમ કરોગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરોઆ ઢોકળા માં વઘાર ન કરો તો પણ સરસ લાગે છે'