અમદાવાદ-

22 વર્ષીય યુવતીને નોકરી રાખીને તેની સાથે દુષ્કર્મ ગુજારી વિડીયો બનાવ્યો અને બાદમાં વિડીયો વહેતો કરવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ ગુજારનાર યુવકના વિરુદ્ધમાં તંગ આવેલી યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ સહીતનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથધરી છે.

જમાલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી દાણીલીમડાના એક કોમ્યુટર ક્લાસીસમાં ટેલીનો કોર્સ શીખવા જતી હતી. જો કે આ ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ મહેતા નામના યુવક સાથે યુવતીનો સંપર્ક થયો હતો. બાદમાં યુવતીનો ટેલીનો કોર્સ પુરો થતા જ ભાવેશ મહેતાએ તેને પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી આપવાની વાત કરી હોવાથી યુવતી ત્યાં નોકરી કરવા લાગી હતી. જો કે ભાવેશ મહેતાએ યુવતીને બે મહિના સુધી કોઈ કામ કરાવ્યું ન હતું અને બાદમાં ગ્રાહકોના ત્યાં કોઈ ફરિયાદ હોય તો નિકાલ માટે યુવતીને સાથે લઈને જતા હતા. એક દિવસ બપોરના સમયે ઓફીસમાં હતી ત્યારે અચાનક ભાવેશે આવીને યુવતીને સોફા પર સુવડાવી જબરદસ્તી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. બીજી બાજુ ભાવેશની આ હરકતથી યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી. ભાવેશે યુવતીને ભાનમાં લાવી ત્યારે યુવતીએ આ અંગે તેના પરીવારને જાણ કરવાની વાત કરી ત્યારે ભાવેશે તેના ફોનમાં નગ્ન ફોટા અને વિડીયો ઉતાર્યા હોવાનું જણાવીને વહેતા કરવાનું કહી બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી યુવતીએ આ અંગે કોઈને જાણ કરી ન હતી. બીજી બાજુ યુવતીની મજબુરીનો લાભ ઉઠાવી ભાવેશ અવાર નવાર દુષ્કર્મ ગુજારતો હતો. જેથી તંગ આવેલી યુવતીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. બાદમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ભાવેશના વિરુદ્ધમાં દુષ્કર્મ સહીતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.