દિલ્હી-

દિલ્હીની પાંચ દિવસની મુલાકાતે આવેલા મમતા બેનરજીએ જણાવ્યું કે મારો ફોન હેક કરવામાં આવ્યો, અભિષેક અને પીકેનો પણ ફોન હેક કરવામાં આવ્યો. દેશમાં હવે અભિવ્યક્તિની આઝાદી જેવું કંઈ રહ્યું નથી.

બેનરજીએ કહ્યું કે પેગાસસ એક ખતરનાક વાયરસ છે જેના દ્વારા અમારી સુરક્ષાને ખતરામાં નાખવામાં આવી રહી છે. સંસદમાં પણ કામ થઈ રહ્યું નથી. વિપક્ષના અવાજ દબાવાઈ રહ્યો છે. હાલમાં દેશમાં ઈમરજન્સી કરતા પણ વધારે ગંભીર હાલત છે.વિપક્ષી એકતા પર મમતા બેનરજીએ કહ્યું કે પૂરી સિસ્ટમ રાજકીય પાર્ટીઓ પર ર્નિભર છે જાે કોઈ લીડ કરે તો મને કોઈ વાંધો નથી. હું મારો અભિપ્રાય કોઈની પર થોપવા માગતી નથી. મમતાએ કહ્યું કે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અમે સંસદ સત્ર બાદ તમામ રાજકીય દળો સાથે મળીને વાત કરીશું.મમતાએ કહ્યું કે તમામ વિપક્ષી નેતાઓ સાથે મારા સારા સંબંધો છે. જાે રાજકીય આંધી ચાલશે તો તેને કોઈ રોકી નહીઁ શકે. તેમણે કહ્યું કે હવે ખેલા હોબેની ગૂંજ આખા દેશમાં સંભળાશે. અમે હવે સારા દિવસો જાેવા માંગીએ છીએ. ઘણા દિવસથી સારા દિવસની પ્રતિક્ષા છે.