વડોદરા : એન્જીનીયરીંગ,આર્કિટેક્ટ અને ટેકનોલોજી ક્ષેત્રમાં કારકીર્દી બનાવવા માટે આપવામાં આવતી જેઈઇ (જી)ની ત્રીજા ફેઝની ગત મહીને લેવાયેલી પરીક્ષાનું આજે પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું.શહેરમાંથી પાંચ હજાર વિદ્યાર્થીઓ પૈકી ૨૫ વિદ્યાર્થીઓ ૯૯ પર્સન્ટાઇલ મેળવ્યા હતા.

જી દ્વારા એન્જીનીયરીંગ,આર્કિટેક્ટ, નેશનલ ઇનસ્ટીટયુટ ઓફ ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા લેવામાં આવે છે.અને આ પરીક્ષા ચાર ફેઝમાં લેવામાં આવે છે.ગત જુલાઇ મહીનામાં એન્જીનીયરીંગ ક્ષેત્રે પોતાની કારકીર્દી ઘડવા માંગતા શહેરના પાંચ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.અને આજે આ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતું.જેમાં ૪૫૦ પૈકી ૨૫ વિદ્યાર્થીઓએ ૯૯ ટકા પર્સન્ટાઇલ ૨૦૭ થી વધુ વિદ્યાર્થીઓએ ૯૫ ટકાથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા હતા.જેમાં પણ માનવ શાહ નામના વિદ્યાર્થીઓ કાઢું કાઢીને ૯૯.૯૯૩ ટકા પર્સન્ટાઇલ મેળવીને શહેરમાં પ્રથમ નંબરમેળવવા સાથે રાજ્યમાં બીજાે નંબર મેળવ્યો છે.આઇઆઇટી આશ્રમના ૨૫ વિદ્યાર્થીઓએ ૯૯ થી વધુ પર્સન્ટાઇલ મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે.