માંડવી, માંડવી નગરમાં બનાવવામાં આવેલ બમ્પરો પર ઝીબ્રા ક્રોસિંગ કે કોઈ અન્ય કલરનાં પટ્ટાઓ ન પાડતા વાહન ચાલકોનાં નજરે ન ચઢતા વાહનોને નુકશાન સર્જાય રહ્યું છે. તો બાઇક ચાલકોની બાઇકો સ્લીપ થવાની સંભાવનાઓ પણ વધી રહી છે. સમગ્ર માંડવી નગરમાં નગર પાલિકા દ્વારા કોન્ક્રીટ રોડ બનાવવામાં આવ્યા હતા. તો નગરમાં વાહન ચાલકોની ગતિને મર્યાદામાં રાખવા બમ્પરો બનાવવામાં આવ્યા છે. પરંતુ કોન્ક્રીટનાં રોડ પર કોન્ક્રીટનાં બમ્ફરો પર ઝીબ્રા ક્રોસિંગ કે કોઈ અન્ય કલરનાં પટ્ટાઓ ન પાડતા વાહન ચાલકોને નજરે પડી રહ્યા નથી. જેથી વાહનોમાં નાનું મોટું નુકસાન તો અમુક બાઇક ચાલકોની બાઇકો સ્લીપ થઈ જવાની ઘટનાઓ બની રહી છે. બમ્પરો બનાવવાના મટીરીયલ કે તેની કામગીરીમાં રાખવામાં આવેલ કોઈ કચાસનાં કારણે બમ્પરો લાંબો સમય ન ટકતા તેમાંથી રેતીઓ ખરી પડતા બમ્પરો માર્ગથી અલગ થયા છે.