પંચકુલા,

સ્ટાર મનિકા બત્રાએ ગુરુવારે અહીંની સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સ ફાઇનલમાં રીથ રીષ્યાને ૪-૨થી હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું હતું. કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણચંદ્રક વિજેતા મણિકા બત્રાએ ૨૦૧૫ માં હૈદરાબાદ રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ ટ્રોફી જીતી હતી. પેટ્રોલિયમ સ્પોર્ટ્‌સ પ્રમોશન બોર્ડ (પીએસપીબી) નું પ્રતિનિધિત્વ કરનાર મણિકા ૨૦૧૭ ની ફાઇનલિસ્ટ સુરતીથા મુખરજી સામે હારી ગયા બાદ રનર અપ રહી હતી. વિશ્વની ટોચની ક્રમાંકિત ભારતીય મનિકા બત્રાએ પ્રથમ બે ગેમ હાર્યા બાદ રીથ રીષ્યા સામે શાનદાર વાપસી કરી ૮-૧૧, ૧૦-૧૨, ૧૧-૧, ૧૧-૯, ૧૧-૫, ૧૧-૬ થી જીત મેળવીને ફરી ખિતાબ પોતાના નામે કર્યો.