અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટી-આપ ના અગ્રણી અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૫ વર્ષથી ભાજપ સત્તા ઉપર છે, છતાં પણ આરોગ્ય અને શિક્ષણ આપવામાં નિષ્ફળ રહ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજે અમદાવાદ આવ્યા હતા. મનિષ સિસોદિયાએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૫ વર્ષથી સત્તા ઉપર હોવા છતાં રાજ્યમાં સારૂ શિક્ષણ અને સારી આરોગ્ય સેવા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે.

સિસોદિયાએ જણાવ્યું હતું કે, જાે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પાંચ વર્ષમાં સારૂ શિક્ષણ અને સારી આરોગ્ય આપ્યું છે. ત્યારે ૨૫ વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકારનું ગુજરાત મોડેલ નિષ્ફળ રહ્યું છે. સિસોદિયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો, ભાજપના કાર્યકરો સત્તામાં આવ્યા બાદ સ્કૂલો ખોલી દે છે અને સરકારી શાળાઓને બરબાદ કરી નાખે છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી - આપ ગુજરાતમાં સત્તામાં આવશે તો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં દિલ્હી મોડલને અપનાવવામાં આવશે. તેમજ ડોર સ્ટેપ સેવાઓ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ત્રીજાે વિકલ્પ બનશે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ નથી રહ્યું. એટલું જ સિસોદિયાએ એમ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારની ટિકિટ ભાજપ કાર્યાલય ખાતેથી નક્કી કરાય છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ ભાજપનો વિકલ્પ છે. જેથી ગુજરાતના આમ આદમીનો એક માત્ર વિકલ્પ આમ આદમી પાર્ટી જ છે. પત્રકાર પરિષદ બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અને પશ્ચિમ વિસ્તારમાં બે રોડ શોમાં જાેડાયા હતા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષનો પ્રચાર કર્યો હતો.

આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણી કેન્દ્રએ સ્વીકારવી જાેઈએ

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ શનિવારે અમદાવાદમાં સ્થાનિક ચૂંટણી માટે પક્ષનું શક્તિપ્રદર્શન કરવા રેલીનું નેતૃત્વ કર્યું હતું. દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના મામલે સિસોદિયાએ જણાવ્યું કે કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે ખેડૂતોની માગણીઓને સ્વીકારવી જાેઈએ. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપે કેટલાક કોર્પોરેટ્‌સને લાભ કરાવવાના હેતુથી આ કાયદાઓ ઘડ્યા છે જેમાં ખેડૂતોના હિતોની અવગણના કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીએ રોજ શો યોજ્યો હતો. દેશમાં શનિવારે ખેડૂતોએ ચક્કાજામનું આયોજન કર્યું ત્યારે મનિષ સિસોદિયાએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. સિસોદિયાએ જણાવ્યું કે, દિલ્હીમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે તેમનું દર્દ સરકારે સમજવું જાેઈએ. કૃષિ કાયદાના મામલે ગુજરાતના કેટલાક ખેડૂરો પણ દિલ્હીમાં વિરોધ નોંધાવવા ગયા હતા. શા માટે ખેડૂતોના હિતોને કોરાણે મુકીને ભાજપ ગણ્યાગાંઠ્યા કોર્પોરેટ્‌સને લાભ કરાવવા માટે કાયદો લાવ્યું તે સૌથી મહત્વનો મુદ્દો છે. જાે ખેડૂતોના હિતમાં કાયદાઓ હોય તેવું ભાજપ માને છે તો શા માટે તેઓ ખેડૂતોની માગણીઓને સ્વીકારતા નથી. ખેડૂતોની માગણીઓના સરકારે સ્વીકારવી જાેઈએ તેમ મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું. શું આમ આદમી ખેડૂતોનું સમર્થન કરે છે તેવું પૂછતાં સિસોદિયાએ જણાવ્યું કે, તેમની સરકાર તમામ કાયદાકીય પ્રવૃતિનું સમર્થન કરે છે.