અમદાવાદ-

નાણામંત્રી નિર્મલા સીતારામણે શિક્ષણને લઈને પણ બજેટમાં અનેક જાહેરાતો કરી હતી. તેમણે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત દેશમાં ઉચ્ચ શિક્ષણ પંચની રચનાની પણ જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત, દેશમાં 100 જેટલી નવી સૈન્ય શાળાઓ બનાવવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં 758 એકલવ્ય શાળાઓ ખોલવામાં આવશે. નાણાંમંત્રી નિર્મલા સીતારામણે બજેટ દરમિયાન કહ્યું હતું કે 4 કરોડ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 35 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. તેમજ તેમણે વધુમાં કહ્યું કે, આ જ ક્ષેત્રમાં, સંયુક્ત રબ અમીરાત સાથે મળીને સ્કીલ ટ્રેઈનીંગ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોને રોજગારની તકો મળી રહેશે. આ દિશામાં, ભારત અને જાપાન મળીને એક પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે.