ગાંધીનગર-

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરના જાેડીયામાં અને મહેસાણાના કડીમાં ૧૩ ઈંચથી વધારે વરસાદ સાથે આભ ફાટ્યું છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદના પગેલ અનેક જળાશયો થયા ઓવરફ્લો થયા છે. પાણીની આવકમાં વધરો થતાં તંત્રને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ત્યારે આવો જાણીએ ક્્યાં કયા ડેમના કેટલા દરવાજા ખોલાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

નર્મદા જિલ્લાના નાનાકાકડીઆંબા ડેમની સપાટી ૧૮૭.૭૧ મીટર છે. તેમાં પાણીની આવક થતા હાલ ડેમ ૧૮૭.૭૩ મીટરે ઓવરફ્લો થઇ રહ્યો છે. ડેમ ૨ સે.મીથી ઓવરફ્લો થઇ રહ્યો છે. મહિસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી ૪૧૫.૬ ફુટ પર પહોંચી છે. ત્યારે કડાણા ડેમના ૩ ગેટ ૬ ફુટ ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમમાં ૧,૨૪,૦૦૦ ક્્યુસેક પાણીની આવક નોંધાઇ છે ત્યારે હાલ ડેમમાંથી ૪૯,૦૦૦ ક્્યુસેક જેટલું પાણી છોડાઇ રહ્ય્šં છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદથી ૨૦ જળાશયો ઓવરફ્લો થયા છે. રંગમતિ ડેમના ત્રણ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે. ઉંડ ડેમના ત્રણ દરવાજા પણ બે ફૂટ ખોલવામાં આવ્યા છે. આજી-૩ ડેમના સાત દરવાજા ચાર ફુટ ખોલવામાં આવ્યા છે. જ્યારે સાગર ડેમ એક ફુટ અને સરોઇ પોણો ફુટથી ઓવરફલો થઇ રહ્યો છે. ભાવનગર જિલ્લાના શેત્ર્šંજી ડેમના ૪૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ડેમના દરવાજા ૧ ફુટ ૯ ઈંચ જટેલા ખોલવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાનો મોતીસર ડેમની કુલ ૨૨ ફુટની સપાટી છે. ત્યારે મોતીસર ડેમના ૧૪ દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે આજી-૩ ડેમના ૧૨ દરવાજા ૮ ફુટ ખોલવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના ૧૦માંથી ૯ લેડમ ઓવરફ્લો થયા છે. મચ્છુ-૧ ડેમ હાલમાં ૦.૪૯ એમટીથી ઓવરફલો થયો છે. મચ્છુ-૨ ડેમના ૧૨ દરવાજા ૮ ફુટ ખોલાયા છે. મચ્છુ-૩ ડેમના ૧૫ દરવાજા ૫ ફુટ ખોલાયા છે. ડેમી-૧ ડેમ હાલમાં ૦.૨૫ મીટરથી ઓવરફલો ખોલાયા છે. ડેમી-૨ ડેમના ૧૨ દરવાજા ૭ ફુટ ખોલાયા છે. ડેમી-૩ ડેમના ૧૩ દરવાજા ૫ ફુટ ખોલાયા છે.

મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ ડેમના ૩ દરવાજા ૧ ફુટ ખોલાયા છે. બંગાવડી ડેમ હાલમાં ૧ મીટરથી ઓવરફલો થયા છે. બ્રાહ્મણી-૧ ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. બ્રાહ્મણી-૨ ડેમમાં ૧ દરવાજાે ૧ ફુટ ખોલાયા છે. મહાકાય મચ્છુ-૨ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ડેમના ૩૮ દરવાજામાંથી ૧૨ દરવાજા ૮ ફુટ સુધી ખોલાયા છે. ડેમમાંથી અત્યાર સુધીમાં ૫૯,૬૧૬ ક્્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના ડેવ ડેમના બે ગેટ ૨૫ સેમી ખોલાયા છે. ૧૦૦૦ ક્્યુસેક પાણી છોડવામાં આવી રહ્ય્šં છે. હડફ ડેમનો એક ગેટ બે ફુટ ખોલાયો છે. જેમાંથી ૨૬૭૦ ક્્યુસેક પાણી છોડાયું છે. સાબરકાંઠા જિલ્લાના ગોરઠીયા ડેમના તમામ ૧૫ ગેટ ખોલાયામાં આવ્યા છે. જવાનપુરા ડેમના તમામ ૧૫ ગેટ ખોલાયા છે. હરણાવ ડેમનો એક ગેટ અડધો ફુટ ખોલાયો છે. ખેડવા ડેમનો એક ગેટ બે ફુટ ખોલાયો છે.