ગાંધીનગર, રાજ્યના ભાવનગર નજીકના ખૂબ જ જાણીતા સ્થળ એવા “અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ”માં કંઈક અલગ જ નજારો જાેવા મળે છે. અહીં કોઈ ઊંચી જગ્યાએ જઈને જાેવાથી ઠેર-ઠેર તમને મોટા-મોટા જહાજાેનો કાટમાળ જ જાેવા મળશે. જાે કે સાચુ છે કે, અલંગ શિપયાર્ડ આવા આલિશાન જહાજાેની અંતિમ સફર હોય છે. ચોતરફ લોખંડ અને લાકડાનો ભંગાર, મોટી-મોટી ક્રેનોની સાયરનો અને મશીનોના અવાજાે કાનના પડદા ફાડી નાંખે છે. વિશ્વમાં ફ્રાન્સ બાદ બીજા સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે અલંગના શિપ યાર્ડનું નામ આવે છે. વિશ્વના સૌથી જૂના જહાજાેમાંથી એક માર્કો પોલો ૫૫ વર્ષ જૂનુ છે. તેની જાળવણી અને ઈન્સ્યોરન્સના જંગી ખર્ચના પગલે કંપનીએ હવે માર્કો પોલોને વેચવાનો ર્નિણય કર્યો છે.કોરોના મહામારીના પગલે સૌથી મોટો ફટકો પ્રવાસન ઉદ્યોગને જ પડ્યો છે. લક્ઝુરિયસ મનાતા ક્રૂઝને પણ ભંગાર કરવા માટે ગુજરાતના અલંગમાં લાવવામાં આવી રહ્યા છે. જેમાં હવે વધુ એક નામ બ્રિટનના માર્કો પોલોનું નામ જાેડાઈ ગયું છે.