વાઘોડિયા, તા.૧૨ 

કોરોનાને કહેર યથાવત રહેતાં વાઘોડિયામાં સવારના ૮ થી બપોરના ૩ સુધી જ બજાર ખુલ્લા રહેશે. વાઘોડિયા ટાઉન અને બજારના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનનો મહત્વપુર્વક નિર્ણય લેતા તમામ લોકોએ તેને અવકાર્યો છે. રાજ્ય સરકારે અનલોકીંગ બાદ તમામ પ્રકારના નાનામોટા ધંઘા રોજગાર ચલાવવા માટે શરતી છૂટ આપી છે.ત્યારે વેપારીઓએ પોતાના ઘંઘા રોજગાર સામે પોતે અને પોતાના પરિવારને કોરોનાના સંક્રમણથી બચાવવા ગામના આગેવાનો તેમજ વેપારી એસોસીએશને એક બેઠક યોજી મહત્વનો નિર્ણય લિઘો હતો. આ બેઠકમા તમામ પ્રકારની ચર્ચા વિચારણાના અંતે તમામ પ્રકારના લારી-ગલ્લા,ખાનીપીનીની લારીઓ, પાનના ગલ્લા, રેસ્ટોરંટ, કટલરી બજાર, કાપડ બજાર, વાસણ બજાર સહિત અનાજ વેપારી એશોશીએસને ૧૩ જુલાઈ થી ૩૧ જુલાઈ સુઘી સ્વંયભૂ લોકડાઊન રાખી સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે. બાદમા બજારોમા સ્વયંભૂ બજારોમા લોકડાઊનનો અમલ કરી સ્વંય કરફ્યુ પાડવાનો ફેંસલો કર્યો છે.