ગાંધીનગર ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થતા રાજ્ય સરકારની કોર કમિટી દ્વારા લગ્ન પ્રસંગોમાં ૧૫૦ ની મર્યાદામાં વધારો કરીને ૩૦૦ વ્યક્તિની મર્યાદા કરાઈ છે. જયારે બાકીના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધામિક કાર્યક્રમો અને મેળાવડામાં ૧૫૦ વ્યક્તિની મર્યાદા યથાવત રખાઈ છે. જયારે આઠ મહાનગરો સહીત રાજ્યના ૨૭ શહેરોમાં આગામી તા. ૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂને યથાવત રખાયો છે.

ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં ઘટાડો થતો જાેવા મળી રહ્યો છે. જાે કે કોરોનાથી મૃત્યુનો આંક હજુ યથાવત રહ્યો છે. જાે કે આગામી દિવસોમાં રાજ્યમાં લગ્નની સિઝન શરૂ થનાર છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સરકારની કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સમીક્ષા બાદ રાજ્યમાં કોરોના સંક્રમણ અને તેના નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રી દ્વારા રાજ્યના આઠ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફ્યૂનો અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને લગ્ન સમારોહમાં વ્યક્તિની મર્યાદામાં થોડી છૂટ આપવામાં આવી છે. જેના અંતર્ગત રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગોમાં ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ની સંખ્યામાં યોજી શકાશે. આ ઉપરાંત રાજ્યના ૮ મહાનગરો સહિત ૨૭ શહેરોમાં તા.૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂનો અમલ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધીનો યથાવત રખાયો છે. આ ર્નિણયો આવતી કાલે એટલે કે તા. ૪થી ફેબ્રુઆરીથી અમલમાં આવશે અને આગામી તા. ૧૧ મી ફેબ્રુઆરીના સવારે ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે.

આ ઉપરાંત રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદાને યથાવત રાખવામાં આવી છે. જયારે બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. જયારે સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન સમારોહ માટે વ્યક્તિની મર્યાદામાં વધારો કરાયો છે. જે અગાઉ ખુલ્લી જગ્યામાં ૧૫૦ વ્યક્તિની મર્યાદા હતી તેને બમણી કરી છે એટલે કે ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજવા માટેની કરવામાં આવી છે. જયારે લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદાને યથાવત રાખવામાં આવી છે. રાજ્ય સરકારની કોર કમિટીમાં લેવાયેલા ર્નિણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ તા.૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. પરંતુ હોટેલ્સ અને રેસ્ટોરન્ટસને હોમ ડિલિવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી હતી તેને પણ યથાવત રાખવામાં આવી છે.