અરવલ્લી : વિજયનગરના સરસવ ગામના ૩૫ વર્ષીય જવાન સુભાષચંદ્ર ખીમજી ખરાડી જેઓ અરુણાચલ પ્રદેશમાં સીમા સુરક્ષા બળમાં ફરજ નિભાવતા હતા. તેમને ફરજ દરમિયાન અચાનક હૃદયરોગનો હુમલો થતા સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ શહીદ થયાના સમાચાર સરસવ ગામે પહોંચતા ગામ અને સમગ્ર પંથક શોકમાં ડૂબી ગયો હતો.  

અરુણાચલ પ્રદેશમાં શહીદ થયેલા વીર જવાન સુભાષચંદ્ર ખરાડીનો પાર્થિવદેહ હવાઈ માર્ગે અમદાવાદ સુધી અને ત્યાર પછી સડક માર્ગ દ્વારા સોમવારે બપોરે માદરે વતન સરસવ લાવવામાં આવ્યો હતો.જ્યા ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ વીર જવાનની અંતિમયાત્રા યોજાઈ હતી.ઘટનાનાના પગલે પરિવાર સાથે ગામ ગમગીન થયું હતુ.એક વીરને છાજે એ રીતે અંતિમવિધી કરવામાં આવી હતી. ગામના તથા આજુબાજુના પંથકના વડીલો,યુવાનો અને મહિલાઓ વિશાળ સંખ્યામાં સુભાષચંદ્રને અંતિમ વિદાય આપવા લોકો જોડાયા હતા. ભારત માતાકી જય અને શહીદ વીર જવાન સુભાષચંદ્ર અમર રહોષ્ ના નારાથી સરસવ ગામ ગૂંજી ઉઠ્‌યું હતું સુભાષચંદ્રની અંતિમયાત્રામાં સીમા સુરક્ષા દળના ઓફિસર સોહમ લાલા તેમજ તેમની સાથે આવેલ સ્ટાફ, વિજયનગર પોલીસ સબ ઇન્સ્પેકટર મેહુલ કોટવાલ, મામલતદાર પી.જી.ચૌહાણ, સાબરકાંઠા મેલેરિયા અધિકારી ડો.પ્રવીણ અસારી,રાજુભાઇ ડૂન સહિતના રાજકીય સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. જવાનને પરિવારમાં ૩ સંતાન છે. જેમાં મોટી દીકરી ૯ વર્ષની છે.એનાથી નાની દીકરી ઉંમર ૭ વર્ષ અને દીકરાની ઉંમર ૪ વર્ષની છે.