દિલ્હી-

ઓલેમ્પિક રમતો 2021 જાપાનની રાજધાની ટોક્યોમાં 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે. કોવિડને કારણે થતી તમામ પ્રકારની સમસ્યાઓ વચ્ચે આ ઇવેન્ટ યોજાનાર છે અને આ અંગે આયોજકોએ પણ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં ભારત સહિત કેટલાક દેશોના લોકો ઉપર વધારાના પ્રતિબંધો લગાવાયા છે. આવી સ્થિતિને જોતા આ રમતોમાં ભારતની સૌથી મોટી ચંદ્રકની આશા, છ વખતની વિશ્વ ચેમ્પિયન બનનાર એમસી મેરી કોમથી છે. મેરી કોમે ઓલેમ્પિક્સમાં ભાગ લેતી ભારતીય બોક્સિંગ ટીમ સાથે ઇટાલીમાં પ્રેક્ટિસ કરવાનો નિર્ણય લીધો છે.

મેરી કોમ એક-બે દિવસમાં અસિસી જવા રવાના થશે જ્યાં ઓલેમ્પિક માટે ક્વોલિફાય કરનારા અન્ય આઠ બોક્સર પ્રેક્ટિસ કરી રહ્યા છે. તે બધા ત્યાંથી ટોક્યો જવા રવાના થશે. લંડન ઓલેમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમ હજી પૂનાની સેના સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રેક્ટિસ કરી રહી હતી. ગયા વર્ષે ટોક્યો ઓલેમ્પિક્સ યોજાવાની હતી પરંતુ કોવિડને કારણે તે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ રમતો આ વર્ષે રમવાની છે.

બદલાઈ ગયો કાર્યક્રમ

મેરી કોમે કહ્યું છે કે તેણે પોતાનું શેડ્યૂલ બદલ્યું છે. મેરી કોમે કહ્યું કે, મેં મારું શેડ્યૂલ બદલી નાખ્યું છે. હું દિલ્હી પરત આવીશ અને આવતી કાલે અથવા બીજા દિવસે ઇટાલી રવાના થઈશ. ભારતથી મુસાફરી કરનારાઓને ક્વોરંટાઈનના કડક નિયમો લાગુ પડશે. હું તેમને ટાળવા માંગુ છું. લાંબા સમય સુધી આટલી સખત મહેનત કર્યા પછી જોખમો લેવાનો કોઈ અર્થ નથી કેમ કે સખ્ત ક્વોરંટાઈનથી લય તૂટી શકે છે. "

સાથે જશે આ લોકો

મેરી કોમ સાથે તેના અંગત કોચ છોટેલાલ યાદવ અને ફિઝિયો પણ જશે. જાપાન સરકારે ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓને ટોક્યો જતા પહેલા એક અઠવાડિયા માટે દરરોજ COVID-19 ની ચકાસણી કરવા અને આગમન પછી ત્રણ દિવસ સુધી કોઈ અન્ય દેશના નાગરિકો સાથે સંપર્ક ન રાખવા જણાવ્યું છે. ભારત સિવાય અન્ય 10 દેશો માટે પણ આવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ આ નિયમ એવા ખેલાડીઓ અને અધિકારીઓને લાગુ થશે નહીં જે ઇટાલી જેવા અન્ય કોઈ દેશથી સીધા ટોક્યો પહોંચશે.