ભુજ-

છેલ્લા નવ માસથી સતત કોરોનના ભય હેઠળ દિવસો પસાર કરતાં લોકોને હવે વેક્સિન ઉપલબ્ધ થવાના એંધાણ મળતા આશાનો સંચાર થયો છે, પરંતુ, કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવાની પણ એટલી જ આવશ્યકતા રહેશે. એમ અદાણી કોલેજના ડીન અને પ્રાધ્યાપકોએ કચ્છીજનોને માર્ગદર્શન આપ્યું છે.

વિશ્વમાં કુલ 20 રસી મળે છે-ભુજ મેડિકલ કોલેજના ડીન ડો. ગુરદાસ ખીલનાની અને કૉમ્યુનિટી રોગ વિભાગના હેડ તથા પ્રો.ડો. ઋજુતા કાકડેના જણાવ્યા અનુસાર આમેય મેડિકલ સાયન્સે વેક્સિન શોધી ચમત્કાર સર્જયો છે. વિશ્વમાં ૨૦થી વધુ વેક્સિન છે. પરિણામે દર વર્ષે ૩૦ લાખ લોકોમાં જીવ બચાવી શકાય છે. આ શ્રેણીમાં હવે કોરોના વેક્સિન આવી રહી છે. બ્રિટન અને રશિયા આ ક્ષેત્રે આગળ વધ્યા છે. ભારતમાં પણ કોરોનાની રસી હાથવેંતમાં છે. ભારતમાં ફાઇઝર, બાયોટેક અને સિરમને તાત્કાલિક મંજૂરી મળે એમ છે. આમ તો, દેશમાં ૧૦૦ જેટલી રસી ઉપર સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ તે પૈકી ૧૦ રસી તો ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચવામાં છે. મંજૂરી પ્રાપ્ત ૨૦ રસીના બે ડોઝ સાથે ૯૭ ટકા જેટલું સંરક્ષણ પ્રાપ્ત થશે. એમ તેમણે જણાવ્યુ હતું. ...

રસી લીધા પછી શા માટે માસ્ક જરૂરી-બંને ડીન અને પ્રોફેસરના જણાવ્યા અનુસાર કોરોનાની રસી કોવિડ-૧૯ સામે સંરક્ષણ અને બચાવ કરે છે. જેની રસી પ્રાપ્ત થાય છે. તેનો તો બચાવ થાય છે પણ જેને રસી પ્રાપ્ત થાય નહીં તેનો પણ પરોક્ષ રીતે રક્ષણ થાય છે જેને હર્ડ ઇમ્યુનિટી કહે છે. હર્ડ ઇમ્યુનિટી જ કોરોનાનો સંપૂર્ણ સફાયો કરી શકે છે. જો કે, વિતરણ વ્યવસ્થા જરૂરી છે. કોરોના વોરિયર્સ અને ૬૦ વર્ષ ઉપરના જેઓ હાઇરીસ્કમાં છે તેમને અગ્રતાક્રમ અપાશે. કેન્દ્ર અને રાજય સરકારે વિતરણ વ્યવસ્થા માટે કમર કસી છે.

કોરોન માર્ગદર્શિકાનુ પાલન પણ જરૂરી- પ્રોફેસરોએ મહત્વની માહિતી આપતા જણાવ્યુ હતું કે,વેક્સિન બાદ પણ માસ્ક તો પહેરવું જ પડશે. કારણ કે, કોરોનાનો વાઇરસ મુખ્યત્વે નાક વાટે શરીરમાં દાખલ રસી લીધા પછી સબંધિત વ્યક્તિ સુરક્ષિત બને છે. પરંતુ, તેના શ્વાસોછવાસ દરમિયાન કોરોનાના વાઇરસ અન્ય વ્યક્તિમાં દાખલ થઈ શકે જો તેણે માસ્ક ન પહેર્યું હોય તો પાછું તે ઝડપથી વ્યક્તિ-એ-વ્યક્તિ ફેલાઈ શકે છે. એટ્લે માસ્કનો કોઈ વિકલ્પ નથી. જો કે, સાથે સાથે દો ગજ કી દૂરી અને હાથ ધોવાનું રાખવું જ પડે.