દિલ્હી-

WHOએ કોરોના વાયરસ મહામારીમાં 12 વર્ષથી વધુની ઉંમર વાળા બાળકોને માસ્ક પહેરવાને લઈને એક નવો નિયમ જાહેર કર્યો છે. નવા નિયમો અનુસાર, 12 વર્ષથી મોટા બાળકોને પુખ્ત વયના વ્યક્તિની જેમ જ માસ્ક પહેરવું જરૂરી છે. શીર્ષ સ્વાસ્થ્ય એજન્સીએ જણાવ્યું કે બાળકો વાયરસને કેટલો ફેલાવી શકે છે તે અંગે હાલ સ્પષ્ટ ન કહી શકાય પરંતુ તેના પુરાવા છે કે બાળકો પણ પુખ્ત વયના વ્યક્તિની જેમ જ વાયરસ ફેલાવે છે.

WHOએ જણાવ્યું છે કે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ કપડાના માસ્ક પહેરવા જોઈએ. તેનાથી વધુ ઉંમરના લોકો અને બિમારીથી પિડાઈ રહેલા લોકોને મેડિકલ માસ્ક પહેરવું જોઈએ.WHO ગાઈડલાઈન્સ અનુસાર, 5 વર્ષ અને તેનાથી ઓછા ઉંમરના બાળકોને માસ્ક ન પહેરવું જોઈએ. ત્યાં જ 6થી 11 વર્ષની ઉંમરના બાળકો માટે સલાહ આપી છે કે તે પરિવારના લોકો તેમને માસ્ક પહેરવા અને ઉતારવા માટે મદદ કરે અને જગ્યા પ્રમાણે તેમનું ધ્યાન રાખે.