રાજકોટ-

એકે હજારા ગુજરાતી મુશ્કેલીના સમયમાં પણ રસ્તો કાઢી અન્યોને પણ સફળ બનવાની પ્રેરણા પુરી પાડે છે. આવું જ એક ઉદાહરણ રાજકોટની મેટોડા GIDCમાં ગારમેન્ટ ફેક્ટરી ધરાવતા ઉદ્યોગ સાહસિક યુવાને આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતીઓની આગવી ખૂબી ધરાવે છે. ગત વર્ષે કોરોના આવતા સ્પોર્ટ્સ વેર બનાવતી કંપનીને ઓર્ડર મળતા બંધ થયા હતા. આ સમય દરમિયાન, રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને ઉદ્યોગપતિઓને વેન્ટિલેટર, PPE કીટ તેમજ માસ્કનું ઉત્પાદન કરવા પ્રેરણા પુરી પાડી હતી. આ કંપનીના માલીકે પણ માસ્ક ઉત્પાદન કરવાનું નક્કિ કર્યુ. બજારમાં તે સમયે N-95 માસ્કની માંગ પણ તે મોંધા હોવાથી દરેકને ન પોસાય તે સ્વાભાવિક છે. આથી નક્કી કર્યું કે, સૌને પરવડે તેવા ભાવે ચીલાચાલુ નહિ પરંતુ ગુણવત્તાસભર અને કંઈક અલગ આપવાનું નક્કિ કર્યું હતું.

હાલમાં બજારમાં ઉપલબ્ધ N-95 માસ્કની સામે વધુ ટકાઉ અને સુરક્ષિત માસ્ક બને તે માટે રાજકોટના ઉદ્યોગકાર અને તેની ટીમે ડબલ ફીલ્ટર્ડ, સેવન લેયર માસ્કની ડિઝાઇન તૈયાર કરી, જેમાં બેક્ટેરિયા ફીલ્ટર્ડ મટીરીયલ તરીકે મેલ્ટ બ્લોન અને સ્પિન બાઉન્ડેડ લેયર ફાઈવ ઈન વન મટીરીયલ જે માત્ર સમગ્ર ભારતમાં 2 જ કંપની બનાવે છે. તેમાંથી, એક ખાનગી કંપનીના સ્ટાન્ડર્ડ મટીરીયલમાંથી માસ્ક બનાવવાનું નક્કી કર્યું. આ ઉપરાંત, ટ્રિપલ પ્રોટેક્શન માટે આગળ પોલિયેસ્ટર ફેબ્રિક અને અંદર તરફ કોટન લેયર જોડી તેને સેવન લેયરનું બનાવી ‘પાઇટેક્સ’ બ્રાન્ડ સાથે માસ્કના માસ પ્રોડક્શનનો યજ્ઞ પ્રારંભ કરાયો હતો. રાજકોટમાં એક ખાનગી કંપની દ્વારા હાલની કોરાના સંક્રમણથી સુરક્ષા અંગેની પરિસ્થિતિને ધ્યાને લઇને 7 લેયર માસ્કનું ઉત્પાદન શરૂ કરાયું છે. આ માસ્ક 30 જેટલી મહિલાઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, કંપનીમાં નવી આવતી મહિલાઓને એક માસની ટ્રેનિંગ પણ પગાર સાથે કંપની દ્વાર પુરી પાડવામાં આવે છે. માસ્ક એડજેસ્ટ કરી પહેરી શકાઈ તે માટે તેમાં બોરિયા ફિટ કરવાની કામગીરી મહિલાઓને ઘરે જોબવર્ક માટે આપવામાં આવે છે.