દેવગઢબારિયા, દાહોદ : દાહોદ શહેરના ગોધરારોડ પર આવેલ સુજાઈ બાગ ખાતેના એપાર્ટમેન્ટમાં રહેતા વ્હોરા સમાજના ૪૨ વર્ષીય વેપારી તેમની પત્ની તથા ત્રણ પુત્રીઓ મળી પાંચ જણાએ ગતરાતે કોઈ અગમ્ય કારણોસર ઝેરવાળું પ્રવાહી ગટગટાવી ઝેરના પારખાં કરી જીવતર ટૂંકાવી લેતા દાહોદ શહેર સહિત જિલ્લા પંથકમાં ખળખળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે એફ.એસ.એલને સાથે રાખી દોડી ગયેલી પોલીસે પાંચેય મૃતદેહોને પી.એમ અર્થે દાહોદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આત્મહત્યાનું કારણ શોધવા માટે પોલીસે તપાસનો હાથ ધરી છે. 

દાહોદ ગોધરા રોડ પર આવેલ સુજાઈ બાગના બતુલ એપાર્ટમેન્ટમાં ૫૦૧ નંબરના ફ્લેટમાં રહેતા ૪૨ વર્ષીય સૈફી ઉર્ફે સૈફુદ્દીન શબ્બીરભાઈ દુધિયવાલા તેમના ધર્મપત્ની ૩૫ વર્ષીય મેહજબીન સૈફુદિન દુધિયાવાલા, ૧૬ વર્ષીય દીકરી અરવાબેન દુધિયાવાલા, ૧૬ વર્ષીય જૈનબ સૈફુદિન દુધિયાવાલા અને નાની ૭ વર્ષીય દીકરી હુસૈનાબેન દુધિયાવાલા એમ પાંચ જણા એ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં કોઈ ઝેરવાળું પ્રવાહી પી લઇ ઝેરના પારખાં કરી જીવતર ટૂંકાવી લીધું હતું. આ સમયે સૈફુદિનભાઈના પિતા શબ્બીરભાઈ તથા તેમની પત્ની બંને પોતાની દીકરીને ત્યાં ગયા હોય તેઓ બંને આજે સવારે આઠ વાગ્યે પરત ઘરે આવતાં અને ઘરના દરવાજાને ધક્કો મારતાં દરવાજો ખુલી જતા તેઓ ઘરમાં ગયા હતા. અને ઘરના એક રૂમમાં પોતાના દીકરા સૈફૂદિનની અને બીજા રૂમમાં પુત્રવધૂ અને ત્રણ પૌત્રીઓની લાશ નજરે પડતાં તેઓ બંને અવાચક બની ગયા હતા અને રડવા લાગતા તે ફલેટમાં રહેતા લોકો દોડી આવ્યા અને શબ્બીરભાઈ નોમાનભાઈ દુધિયાવાલાએ આ અંગેની જાણ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કરતા દાહોદ ટાઉન પી.આઇ, એચ.પી.કરેણ તથા સ્ટાફકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પાંચેય જણાની લાશનો કબ્જો લઈ તપાસ કરતા આ લોકોએ કોઈ ઝેરવાળું પ્રવાહી પાણી કે શરબતમાં મેળવી પીધું હોવાનું પ્રાથમિક તારણમાં આવ્યું છે. તેમ છતાં પોલીસને આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે કોઈ ઠોસ સબૂત પોલીસના હાથ લાગ્યું ન હતું. પરંતુ સ્થળ પરથી પોલીસને એક સૂસાઈટ નોટ મળી આવી હતી. જેમાં સૈફુદીન દુધિયાવાલાએ લખ્યું હતું કે હું મારી સ્વખુશી થી આ પગલું ભરૂ છું. સ્થળ પરથી પોલીસને આ સિવાયની કોઈ વિગત મળી ન હતી. પરંતુ પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતા આ પરીવાર નાણાંકીય મુશ્કેલીમાં હોવાની પોલીસને જાણકારી મળતા પોલીસે તેમના બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરી છે. પોલીસે એફ.એસ.એલ ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પાંચે લાશોનું પંચનામું કરી પી.એમ માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આ સામૂહિક આત્મહત્યાની ઘટનામાં કયું ઝેર ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. તેની સાચી જાણકારી મેળવવા પોલીસે પી.એમ વીએચ લીધા છે. આજે વ્હોરા સમાજના બતુલ એપાર્ટમેન્ટના ૫૦૧ નંબર ફલેટમાંથી એક સાથે એક જ પરિવારના પાંચ જનાઝા નીકળતા વ્હોરા સમાજમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો હતો.

૫રિવારે આત્મહત્યા કરવાનો મક્કમ ઇરાદો અગાઉથી બનાવી લીધો હતો?

આ દંપતિએ જાણે આત્મહત્યા કરી લેવાનો મક્કમ ઈરાદો જ કરી લીધો હોય તેમ જણાઈ આવ્યું છે. સૈફુદ્દીનભાઈના પિતા શબ્બીરભાઈના પિતા દ્વારા જાણવા મળ્યા અનુસાર, ગતરોજ એટલે કે, બનાવની એક રાત્રી પહેલા શબ્બીરભાઈ પોતાની દિકરીને ત્યા ગયા હતા. દિકરીને ત્યાંથી શબ્બીરભાઈ ઘરે આવવા નીકળના હતા કે, સૈફીદ્દીનભાઈનો પિતા શબ્બીરભાઈ પર ફોન આવ્યો અને કહ્યુ હતુ કે, તમે આજે બહેન સકીનાને ત્યા રોકાઈ જાઓ અને સવારે ઘરે આવજાે, આમ, પિતા શબ્બીરભાઈ રાત્રી રોકાણ પોતાની દિકરીને ત્યા કર્યું હતુ અને વહેલી સવારે સાડા આઠ વાગ્યે ઘરે આવતાં પુત્ર સહિત આખા પરિવારની લાશ ઘરમાં જાેતા વેંત પિતા શબ્બીરભાઈના હોશ ઉડી હતા અને બુમાબુમના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સાથે જ આસપાસમાં રહેતા લોકો ઘરમાં પણ ઉમટી પડ્યા હતા. સ્થિતીને જાેતા પરિવારજનોમાં આક્રંદનો માહૌલ છવાઈ ગયો હતો.

નાણાંકીય લેવડદેવડ હોવાની શક્યતા

આ સૈફુદ્દીન દુધિયાવાલાનું બીજુ મકાન મધ્યપ્રદેશ અને દાહોદને અડીને આવેલ બરઝર ખાતે આવેલ છે. આ મકાનમાં હાલ કોઈ રહેતુ નથી પરંતુ ત્યાના રહીશોને પણ આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારમાં પણ સ્તબ્ધતા છવાઈ જવા પામી હતી અને અનેક ચર્ચાઓએ જાેર પકડ્યું હતું. આ પરિવાર એક મધ્યમ વર્ગીય પરિવાર હતો. કહેવાય છે કે, સમાજ અને સગાસંબંધીઓનું પણ નાણાં લેવડને લઈ દબાણ હોવાની પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે ત્યારે નાણાંની ભીસને કારણે આ પરિવારે આત્મહત્યા કરી હોવાની લોકબુમો વચ્ચે પોલીસ તપાસ દ્વારા ઘનિષ્ઠ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે તો સાચું કારણ જાણી શકાય તેમ છે.

તમામ હળીમળીને રહેતા હતાઃશબ્બીરભાઇ

આ પરિવારના મોભી એટલે કે, સૈફુદ્દીનભાઈ પિતા સાથે પોતાના જ વિસ્તારમાં ડિસ્પોસીબલ ડિસ,વાડકી,ગ્લાસની ધંધો કરતાં હતો અને પરિવાર સામાન્ય સ્થિતીમાં હતી. ગઈ તા.૦૨/૦૯/૨૦૨૦ ના રોજ શબ્બીરભાઈ અને તેમની પત્ની ઘરેથી મારી છોકરી શકીનાબેનને ઘરે ગયેલ હતી અને ગઈ કાલ સાંજના આશરે ચારેક વાગ્યે મારા છોકરા સૈફિ ઉર્ફે સૈફુદ્દીન એ કહેલ કે, બાપા તમે શકીનાબેનના ઘરે રોકાજો અને સવારે આઠ - નવેક વાગ્યે આવી જજો તેમ કહેતા શબ્બીરભાઈ તેની સાથે એક્ટીવા પર બેસી મારી છોકરી શકીનાના ઘરે ગયેલા અને શબ્બીરભાઈ શકીનાના ઘરે રોકાયેલ અને શબ્બીરભાઈનો છોકરો ઘરે જતો રહેલ તે પછી સાંજના સાડા પાંચ વાગ્યે શબ્બીરભાઈ તથા તેમની પત્ની મરીયમબેન બંને જણા દાહોદ સૈફી નગરમાં રહેતા સાળાના ઘરે જતા રહેલ અને ત્યાં સાંજના જમી પરવારી સુઈ ગયેલા અને આજ રોજ શબ્બીરભાઈ અને પત્ની મરીયમબેન મારા સાળાના ઘરેથી સવારના આંઠ વાગ્યે મારા ઘરે આવ્યા હતા અને શબ્બીરભાઈ એપાર્ટમેંટ નીચેથી છોકરા સૈફીને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો જેથી મરીયમને કહેલ કે, મારાથી જલદી ઉપર ચડાય નહી, તું ઉપર જા તેમ કહેતા તે ઉપર ઘરે ગયેલી અને મારી પત્ની મરીયમે અમારા ફ્લેટની ગેલેરીમાં બહાર આવી તેણે બુમ પાડી કહેલ કે, સબ્બીર ઉપર આવ શું થઈ ગયું છે, તું જો તેમ કહી રડતી જઈ બુમ મારી ઉપર બોલાવતા હું ઉપર મારા ફ્લેટમાં આવેલ અને મારા ફ્લેટના મુખ્ય દરવાજાથી પેસતા રૂમમાં મારો છોકરો સૈફી ઉર્ફે સૈફુદ્દીન શબ્બીરભાઈ ઉ.વ.૪૨ નો મરણ ગયેલ હાલતમાં પડેલ જોયેલ અને બેડ - રૂમની અંદર મેહજબીન વા/ઓ સૈફુદ્દીન શબ્બીરભાઈ દુધીયાવાલા ઉ.વ.૩૫ તથા છોકરી અરવાબેન ડો/ઓ સૈફુદ્દીન દુધીયાવાલા ઉ.વ.૧૬ તથા જૈનબ ડો/ઓ સૈફુદ્દીન દુધીયાવાલા ઉ.વ.૧૬ તથા હુસેનાબેન ડો/ઓ સૈફુદીન દુધીયાવાલા ઉ.વ.૭ ની મૃત હાલતમાં ઘરમાં લાશો પડી હતી.