વડોદરા

લવજેહાદના કિસ્સાઓ અવારનવાર ચમકતા રહેતા હોવા છતાં કડક સજાના અભાવે આવા તત્ત્વો જલદી છૂટી જતા હોવાથી એમની હિંમત વધતી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ઘરની સામે રહેતી હિન્દુ યુવતીને પટાવી-ફોસલાવી લગ્ન કર્યા બાદ જબરદસ્તીથી મુસ્લિમ ધર્મ અંગિકાર કરી લેવા મારઝૂડ કરવા ઉપરાંત શારીરિક-માનસિક ત્રાસ ગુજારાતો હોવાથી ત્રાસી ગયેલી હિન્દુ હિન્દુ યુવતી માતા-પિતાને ત્યાં પરત આવી જતાં જેહાદી યુવકે માતા-પિતા સહિત પૂરા ખાનદાનને ખતમ કરી નાખવાની ધમકી આપી છે. આ અંગે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

શહેરના નિઝામપુરા વિસ્તારમાં બે વર્ષ અગાઉ ઘરની સામે જ રહેતા વિધર્મી યુવક સાથે આંખ મળી જતાં હિન્દુ યુવતીને પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમસંબંધ બંધાયા બાદ મુસ્લિમ યુવક અવારનવાર યુવતીને લગ્ન કરી લેવા માટે દબાણ કરતો હતો, પરંતુ યુવતીએ પોતાનો હિન્દુ ધર્મ નહીં છોડું એમ જણાવ્યું હતું. તેમ છતાં મેલીમુરાદ ધરાવતા યુવકને લગ્ન બાદ તારે જે ધર્મ પાડવો હોય એની છૂટ હોવાનું જણાવી યુવતીને વિશ્વાસમાં લઈ કુબેર ભવન લઈ જઈ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી કરાવી દીધી હતી અને યુવતીને એના પિતાના ઘરે રહેવા મોકલી દીધી હતી.

યુવતીના ભાઈનું લગ્ન થયું નહીં હોવાથી માતા-પિતાને ત્યાં રહી હતી. ભાઈનું લગ્ન થતાં જ યુવતીને મુસ્લિમ યુવક તેના ભાઈને ત્યાં સાવલી તાલુકાના ટુંડાવ ગામે રહેવા લઈ ગયો હતો. ચાર મહિના રહ્યા બાદ બંને વડોદરા પરત આવી ગયાં હતાં. તે દરમિયાન યુવકની અસલિયત બહાર આવી હતી અને વારંવાર મુસ્લિમ ધર્મ અંગિકાર કરી લેવા જણાવતો હતો, જેનો હિન્દુ યુવતીએ ઈન્કાર કરતાં યુવક અવારનવાર ગાળો બોલી ધમકાવતો હતો અને શારીરિક-માનસિક ત્રાસ આપી મારઝૂડ પણ કરતો હતો, જેનાથી કંટાળી યુવતી માતા-પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. તેમ છતાં યુવકે યુવતીને તેના માતા-પિતા સહિત આખા પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપતો હોવાથી યુવતીએ ફતેગંજ પોલીસ મથકે જઈ પોતાના પતિ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈપીકો કલમ નં. ૪૯૮, ૩૨૩, ૫૦૪, ૫૦૬ મુજબ ગુનો નોંધી યુવકને ઝડપી પાડવા માટે કાર્યવાહી

હાથ ધરી છે.