અમદાવાદ, ચોમાસા બાદ શહેરમાં રોડ તૂટવાની ફરિયાદો આવતી આવતી હોય છે. હાલ પણ શહેરમાં ઘણા વિસ્તારમાં રોડ તૂટી ગયા છે અને ભુવા પડે છે. જેને કોર્પોરેશન દ્વારા સમય રહેતા સમારકામ કરવામાં નહીં આવતા કે પૂરવામાં ન આવતા લોકો અકસ્માતનો ભોગ બને છે.અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના ઘરની બહાર જ મસમોટો ખાડો પડતા શાહીબાગ ઁજીૈં એમ.એચ ઝાલા ખાડો પૂરવા દોડી ગયા હતા. ગુરુવારે પોલીસ કમિશનરના ઘરની બાજુમાં જ આવેલા મેન્ટલ બારી રોડ પર હ્લજીન્ના ગેટ પાસે જ નાનકડો ભુવો પડ્યો છે. તેમાં કોઈ પડે નહિ તેના માટે સ્થાનિક ધારાસભ્ય પ્રદિપ પરમારના ફોટો લગાવેલા બેનરવાળું ટ્રી ગાર્ડ મૂકી કોર્ડન કરી દેવાયો છે. જાે કે હજી સુધી આ ભુવાને પૂરવામાં આવ્યો નથી. ખાડા પુરવાની જવાબદારી છસ્ઝ્રની છે, પરંતુ પોલીસ પોલીસ કમિશનરના ઘરની બહાર જ ખાડાઓ પડતા પોલીસકર્મીઓ ખાડા પુરવા લાગે છે ત્યારે આ ભુવો શું પોલીસકર્મીઓ પુરશે કે પછી કોર્પોરેશનના તંત્ર દ્વારા તેને પુરી લોકોને તેમાંથી પડતાં બચાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનરના ઘરની આજુબાજુના ૧ કિમી વિસ્તારમાં ૧૦-૧૨ ખાડા પડેલા છે.રોડ રસ્તાની હાલત તો એટલી ખરાબ છે કે કેટલીક વખત અકસ્માત પણ થાય છે. શાહીબાગ અને મેધાણીનગર વચ્ચે રોડનું ધોવાણ થવાના કારણે આખો રસ્તો ખરબચડો થઈ ગયો છે. થોડા દિવસ પહેલાં જ પોલીસ કમિશનરના ઘરની સામે જ ખાડો પૂર્યો હતો. પુરેલા ખાડાને જાેઈ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું અને ઁજીૈં એ પુરેલા ખાડાની જગ્યા એ રેતીની બદલે કપચી નાખીની રોડનું સમારકામનું  કરવાનું શરૂ કરી દીધું હતું.