વડોદરા ઃ ઉત્તર પ્રદેશના બહુચર્ચિત ધર્માંતરણના કેસમાં માસ્ટર માઈન્ડ મનાતા ઉમર ગૌતમ અને તેને ફન્ડિંગ કરનાર આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખને આજે ટ્રાન્ઝિટ વોરંટના આધારે યુ.પી. પોલીસે લોખંડી બંદોબસ્ત વચ્ચે વડોદરાની કોર્ટમાં રજૂ કરતાં એસઓજી પોલીસે કાનૂની કાર્યવાહી કર્યા બાદ બંને આરોપીઓની કસ્ટડી મેળવીને અદાલત સમક્ષ ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી છે.

ઉત્તર પ્રદેશના ધર્માંતરણના કેસમાં પકડાયેલા માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમ અને તેને ફન્ડિંગ કરવાના આરોપમાં વડોદરાના આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્‌્રસ્ટી સલાઉદ્દીન શેખની સંડોવણી બહાર આવી હતી. તેથી બંને આરોપીઓ સામે વડોદરામાં અલાયદો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સાથે બંને આરોપીઓ સામે રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાના પ્રયાસ જેવી ગંભીર કલમોનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. દરમિયાનમાં યુ.પી. પોલીસ બંને આરોપીઓને લઈને વડોદરાની કોર્ટમાં આવી રહી હોવાની માહિતીના પગલે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.એસ.ચૌહાણ અને સ્ટાફને કોર્ટ સંકુલ અને તેની આસપાસ ખડકી દેવામાં આવ્યો હતો. જાે કે, યુ.પી. પોલીસ લોખંડી સુરક્ષા કવચ સાથે વડોદરાની કોર્ટમાં બંને આરોપીઓને લઈને આવી હતી. બીજી તરફ આરોપી ઉમર ગૌતમ અને આરોપી સલાઉદ્દીન શેખને મળવા તેમના સગાંસંબંધીઓ ટોળે વળ્યા હતા. આરોપીઓ તરફે અમદાવાદથી ધારાશાસ્ત્રી રહીમઉદ્‌ીન ઝહીરઉદ્દીન શેખ વડોદરા કોર્ટમાં આવ્યા હતા. મોડી સાંજે બંને પક્ષોની દલીલો બાદ અદાલતે બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી લેવાનો આદેશ કર્યો હતો. એસઓજી શાખાને બંને આરોપીઓની આ ગુના સંદર્ભે ઘનિષ્ઠ પૂછપરછ કરવાની સાથે તમામ નેટવર્કમાં કોની કોની સંડોવણી છે. આરોપીઓ સામે રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાના પ્રયાસ જેવી ગંભીર કલમોનો ઉમેરો કર્યો હોઈ જે સંદર્ભે પણ તપાસ કરવાની બાકી છે. આમ આ ગુના સંદર્ભે તપાસ કરવા માટે એસઓજી શાખાએ વિવિધ કારણો હેઠળ ઝીણવટભરી તપાસ માટે બંને આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી છે.

ઉમર ગૌતમ, સલાઉદ્દીન અને કલીમને વિદેશથી ૧૫૦ કરોડ રૂપિયા મોકલાયા હોવાનું બહાર આવ્યું

યુ.પી. ધર્માંતરણના ચકચારી મામલામાં મૌલાના ઉમર અને સાથીદારોને વિદેશથી રૂા.૧૫૦ કરોડનું ફંડ મળ્યું હોવાનું ઉત્તર પ્રદેશ એટીએસએ શોધી કાઢયું છે. આ મામલાના તાર ઈન્ટરનેશનલ કક્ષા સાથે જાેડાયેલા હોવાના પુરાવાઓ એટીએસને મળ્યા છે. અગાઉ વડોદરા પોલીસે પણ આ મામલાના આરોપી સલાઉદ્દીને આફમી ટ્રસ્ટ મારફતે સહાયના નામે વિદેશથી રૂા.૬૦ કરોડ જેટલી માતબર રકમ મેળવી હોવાનું શોધી કાઢયું હતું. ત્યારે મૌલાના ઉમર ગૌતમ, કલીમ અને સલાઉદ્દીનને રૂા.૧૫૦ કરોડનું ફન્ડિંગ મળ્યું હોવાનું બહાર આવ્યું છે. વિદેશી સંસ્થાઓ સાથે હાથમિલાવી ધર્માંતરણ માટે હિન્દુ ધર્મની બુરાઈ કરતી પત્રિકાઓ છપાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે, વડોદરા સ્થિત સલાઉદ્દીનની સંસ્થા અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઈન્ડિયન ઓરિજિનને પાંચ વર્ષમાં ર૮ કરોડ રૂપિયા મળ્યા હતા, જે ઉમર ગૌતમને અપાયા હતા. ઉમર ગૌતમની પોતાની સંસ્થા ઈસ્લામીક દાવા સેન્ટરને રૂા.૩૦ કરોડ વિદેશથી મળ્યા હતા. જ્યારે રર કરોડ રૂપિયા કલીમની સંસ્થા અલહસન એજ્યુકેશન સોસાયટીને વિદેશથી મળ્યા હતા. મહારાષ્ટ્રના પ્રકાશ કાવડે ઉર્ફે એડમ અને તેના સહયોગીઓને બ્રિટનની એક સંસ્થાએ રૂા.પ૭ કરોડ ધર્માંતરણ માટે આપ્યા હોવાના પુરાવઓ પોલીસને મળ્યા છે.