ગાંધીનગર-

રુપાલના વરદાયિની ટ્રસ્ટના ટ્રસ્ટી અને આગેવાન નીતિન પટેલે રૂપાલની પલ્લી બાબતે સ્પષ્ટપણે કે આ વર્ષે રૂપાલની પલ્લી યોજવામાં નહીં આવે. શહેર પાસે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ 9ના દિવસે વરદાયની માતાજીની પલ્લી નીકળે છે. ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લીનો રથ બીજા નંબરના ચોકમાં આવે છે. તે પહેલા જ નાના ભૂલકાઓને રથની નજીક લાવવામાં આવે છે. અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકોનો બાળકો સોંપવામાં આવે છે. એક હાથે પકડી પકડીને સ્વયંસેવકો જ્યોત ઉપરથી બાળકોને ફેરવીને પોતાના માતા-પિતાને પરત આપે છે.

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો હોત. ત્યારે આ જ સમય દરમિયાન નવરાત્રીના નોમની રાત્રે યોજાતાં રૂપાલમાં પલ્લીનો મેળો રદ કરવામાં આવ્યો છે. જેને લઈને રૂપાલ મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે રૂપાલમાં પલ્લીનો મેળો નહીં યોજાય.

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે, વનવાસ દરમિયાન 12મુ વર્ષ પુરૂ થવામાં થોડા દિવસો બાકી હતા. ત્યારે પાંડવો ધૌમ્ય ઋષીના આદેશથી દધિચી ઋષીના આશ્રમથી ૬ કોશ દૂર રૌપ્ય ક્ષેત્રે બિરાજમાન વરદાયિની માતાજીના શરણે જઇ પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતાં. ત્યારે માતાજીએ આપેલા વસ્ત્રો ધારણ કરી તેમના કહેવા મુજબ ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો સંતાડ્યા હતાં, અને વિરાટનગરના જવાનો આદેશ કર્યો હતો. ત્યાં તમને કોઇ ઓળખી નહીં શકે અને હવે પછી ખેલાનારા મહાભારતના યુધ્ધમાં તમારો વિજય થશે. તેવા આશિર્વાદ આપ્યા હતાં. તે પછી યુધ્ધમાં વિજય મળ્યા બાદ આસો સુદ-૯ના દિવસે શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે રૂપાલમાં આવ્યા હતાં. જ્યાં તેમણે સોનાની પલ્લી બનાવી તેના ઉપર 5 કુંડાની સ્થાપના કરી હતી. તે પછી પાંડવોએ દિપ પ્રગટાવી વિવિધ 4 દિશામાં પલ્લી યાત્રા કાઢી હતી ,અને દ્રૌપદીએ બનાવેલુ નિવેદ માતાજીને ધરાવ્યા બાદ પાંડવોને ખવડાવ્યુ હતું. તે પછી પાંડવોએ આ સ્થળે પલ્લીની સ્થાપના કરી પંચ બલીયજ્ઞ કર્યો હતો. ત્યારથી રૂપાલમાં પરંપરાગત પલ્લી નિકળે છે.