માનચેસ્ટર -

ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેડને સીરીઝની ત્રીજી અને નિર્ણાયક વન ડે મેચમાં ૩ વિકેટે હરાવી ત્રણ મેચની સિરીઝ પોતાના નામે કરી છે.ઇગ્લેન્ડે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટ સાથે ૩૦૨ રનનો મોટ સ્કોર કર્યો હતો પરંતુ ધુરંધર ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલ અને વિકેટકીપર એલેક્સ કૈરીની શાનદાર પારીથી મેહમાન ટીમ સામે ૭ વિકેટ સાથે ૩૦૫ રન બનાવી જીત હાંસલ કરી.

મેક્સવેલ(૧૦૮) અને એલેક્સ કૈરી (૧૦૬)એ શાનદાર સદી ફટકારી.આ બન્નેના કારણે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લિશ ટીમ પર પાંચ વર્ષ બાદ પોતાની ઘરઆંગણે વનડે સીરીઝ હરાવવામાં સફળતા મેળવી. ઓસ્ટ્રેલિયન ખેલાડી કૈરીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં પોતાની પ્રથમ સદી નોંધાવી.આ પહેલા તેને ૩૮ વન ડેમાં ૪ અર્ધસદી ફટકારી હતી.જ્યારે ૩૦ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં તેના નામે કુલ ૧૭૬ રન છે.કૈરીએ ૧૧૪ બોલનો સામનો કરી ૭ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા.આ સાથે કૈરી એક સદીમાં વન ડે મેચમાં સદી ફટકારના ઓસ્ટ્રેલિયાને બીજો વિકેટકિપર બની ગયો.ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મૈક્સવેલએ સૌથી વધુ ૧૦૮ રન કર્યા.મેક્સવેલે ૯૦ બોલમાં પોતાની ઇનિંગમાં ૭ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા.આ સાથે મેન ઓફ મેચ જાહેર કરાયો.ઓસ્ટ્રેલિયાને અંતિમ ઓવરમાં જીત મેળવવા માટે ૧૦ રનની જરૂર હતી અને મિશેલ સ્ટાર્કે આદિલ રાશિદના પ્રથમ બોલ પર સિક્સ ફટકારી ત્યાર બાદ ચોથા બોલ પર ચોગ્ગો ફટકારી જીત પોતાના નામે કરી હતી.