અમદાવાદ, કોરોનાકાળમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અત્યારે સૌથી વધુ જરૂરી છે ત્યારે આ નિયમ ખાલી જનતા માટે જ લાગુ પડતો હોય એવું લાગી રહ્યું છે નેતાઓને કોઈ નીયમ લાગુ પડતા નથી ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર આજે નરોડા માં વિના મૂલ્યે મેડિકલ સ્ટોર ના ઉદ્‌ઘાટન માં પહોંચ્યા હતાં જ્યાં તેમને માસ્ક પહેર્યું નહોતું અને મેયર માસ્ક વગર નજરે પડ્યા હતા.

જાહેર જનતાને હંમેશા માસ્ક પહેરવાની સલાહ આપતા મેયર આજે માસ્ક વગર દેખાયા હતા. આમ, તો પોલીસ અને કોર્પોરેશન માસ્ક વગરના કેટલા લોકોની સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે, ત્યારે શું માસ્કનો કાયદો મેયર ને નથી લાગુ પડતો ? એ પણ એક સવાલ થાય છે. ત્યારે બીજી તરફ લોકો પાસે થી માસ્ક નો દંડ લેતી પોલીસ પણ મેયર સાથે ફોટો પડવાતી નજરે પડી રહી છે. જેમાં નરોડા પોલીસ સ્ટેશન ના પી આઈ પી.બી ખંભાલા, નિકોલ પોલીસ સ્ટેશનના પી.આઈ વી.ડી ઝાલા, કૃષ્ણનગરના પી આઈ અમર સંગ અને રખિયાલ પોલીસ સ્ટેશનના પી આઈ જે. વી રાઠોડ પણ ત્યાં હાજર હતા. ત્યારે માસ્ક વગરના મેયર પાસે થી દંડ કોણ વસુલસે પોલીસ તો ફોટો સેશન મા વ્યસ્ત છે. તો શું કોર્પોરેશન ના અધિકારીઓ મેયર પાસે દંડ વસુલસે ? તે એક સવાલ છે. નેતાઓ પણ કોરોનામાં ભાન ભૂલી ગયા છે અનેક ફંક્શનોમા માસ્ક વગર નેતા જાેવા મળ્યા છે. એક તરફ મ્યુનિસિપલ કમિશનર ત્રીજી લહેરને રોકવા માટે અગમચેતીના ભાગ રૂપે ટિમ બનાવી રહી છે ત્યારે અહીં મેયર ઉદ્દઘાન મા વ્યસ્ત છે એ પણ વગર માસ્ક એ કોરોનાની બીજી લહેર લાવા માટે ના જવાબદાર નેતા જ ગણવામાં આવી રહયા છે ત્યારે ફરી એક વખત કોરોના કાબુમાં શું આવા લાગ્યો નેતાઓ પોતાના કાર્યક્રમમા વ્યસ્ત થઈ ગયા હોય તેવું આ દ્રશ્યમાં દેખાઈ રહ્યુ છે.