ગાંધીનગર-

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત સ્કુલબોર્ડ સંચાલકો વચ્ચે સ્કુલની ફી માફી માટે એક બેઠક યોજાઈ ગઈ. જેમાં ગુજરાત સ્કુલ બોર્ડના સંચાલકો સ્કુલની 25% ફી માફી કરવા સહમત થઇ ગયા છે તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય સ્કુલ બોર્ડના સંચાલકો સ્કુલ ફી માટે સહમત નથી થઇ રહ્યા. તે લોકો એવું કારણ બતાવી રહ્યા છે કે, સ્કુલ ફીમાં માફી આપવાના કારણે તેમને મોટા પ્રમાણમાં નુકશાન પડી શકે તેમ છે. 

યોજાઈ ગયેલી મિટિંગમાં ફી માફી સ્કૂલો બંધ રહે ત્યાં સુધી આપવી કે સ્કૂલો શરુ થયા પછી પણ તેને ચાલુ રાખવી તે અંગેનો નિર્ણય હજી સુધી લેવાયો નથી. પરંતુ સરકાર નો પક્ષ એવું કહેવા માગે છે કે, સ્કૂલો શરુ થયા પછી પણ ફી માફી ચાલુ રાખવી જોઇએ આજે ફરી એક વખત શિક્ષણ મંત્રી સાથે ઓલ ગુજરાત વાલી મંડળની બેઠક યોજાવાની છે તેમાં સરકાર દ્વારા 100% ફી માફી માંગવાના છે તેનો શું નિર્ણય આવે છે તે તો મીટીંગ યોજાઈ ગયા પછી જાણવા મળશે.