રાજકોટ-

કોરોનાના મૃત્યુઆંકમાં અને કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન થઈ રહેલા વધારાને કેમ કાબૂમાં લઈ શકાય તેની બ ચર્ચા વિચારણા કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ચીફ સેક્રેટરી અનિલ મૂકિમ સહિતના અધિકારીઓ આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા છે.

મુખ્યમંત્રી અને તેનો રસાલો આજે સવારે ૧૦-૧૫ વાગ્યાની આસપાસ રાજકોટ ખાતે એરપોર્ટ પર આવી પહોંચ્યો હતા. મુખ્યમંત્રી અને તેનો કાફલો એરપોર્ટથી સીધો નવી કલેકટર કચેરીએ પહોંચી ગયો હતો અને ત્યાં ઉપસ્થિત કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણા વશિયા સહિતનાઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે ગાંધીનગરથી આવેલા ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાશનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 

અધિકારીઓ સાથેની બેઠક પૂરી થયા બાદ પદાધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું અને તેમાં મેયર બીનાબેન આચાર્ય,સંસદ સભ્યો મોહનભાઈ કુંડારીયા, અભયભાઈ ભારદ્રાજ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

બંને મીટીંગ પૂરી થયા બાદ મુખ્યમંત્રીની પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતનાઓ વડોદરા જવા નીકળશે.