રાજકોટ-

રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના શીતલ પાર્ક અને રૈયાધાર વિસ્તારમાં મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 125થી વધુ કાચા પાકા મકાન તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લાં કેટલાંક સમયથી કોર્પોરેશન હસ્તકની જમીન પર ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવતા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 210 કરોડની જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું. 

રાજકોટ કોર્પોરેશન દ્વારા રૈયાધાર ખાતે ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા સ્થાનિકોને 9 મહિના અગાઉ નોટિસ પાઠવી હતી. તેમજ ત્રણથી ચાર વખત લેખિક અને મૌખિક જાણ પણ વિસ્તાર વાસીઓને કરવામાં આવી હતી. તેમ છતાં પણ તેમણે ગેરકાયદેસર દબાણ દૂર ન કરતા અંતે કોર્પોરેશન દ્વારા ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ટીપી સ્કીમના 9 નંબરના રોડને ક્લિયર કરવામાં આવ્યો હતો. અંદાજીત 90263.00 ચો.મીની રૂપિયા 210 કરોડની જમીનને ખાલી કરવામાં આવી હતી.