અમદાવાદ-

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના કોબા, વાસણા, જીવરાજ પાર્ક, આનંદનગર, રાણીપ, વાડજ, સેટેલાઈટ, શ્યામલ ચાર, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

છેલ્લા એક કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરુ થઈ ગયું છે. કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ગુજરાત યુનિવર્સિટિ, હેલ્મેટ સર્કલ, રામદેવનગર, ઘાટલોડિયા વિસ્તારમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

અમદાવાદમાં મોડી સાંજે અચાનક વરસાદનું આગમન થયું છે. સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. પવન સાથ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. વિઝિબિલિટીની પણ ઓછી હોવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.