ગાંધીનગર-

ગુજરાત માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. વિરામ બાદ મેઘરાજાની ફરી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 10 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જુલાઈ એ બંગાળની ખાળીમાં લો પ્રેશર બની રહ્યું છે. લો પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધશે. જયારે રાજ્યમાં 9 જુલાઈ સુધી ઉકળાટ રહેશે. અમદાવાદ, ગાંધીનગર માં 11 જુલાઈ એ સામાન્ય હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 11 જુલાઈથી અનેક વિસ્તારમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હાલમાં વરસાદ ન પડતા વાવેતર કરી દીધુ હોય તેવા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. આ સંજોગોમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે તા.10 જુલાઇને શનિવારથી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. હાલમાં વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની ગેરહાજરીથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. પરંતુ, જુલાઇ મહિનાના બીજા અઠવાડિયાથી રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય થશે. 10થી 23 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સારા વરસાદની વકી છે.