ગાંધીનગર-

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી મુજબ 18 ઓગસ્ટના સવારે છ કલાકની સ્થિતિએ છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં 104 તાલુકાઓમાં 1 ઈચ થી 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 83.59 ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 142.57 ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં 115.8 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 75.66 ટકા પૂર્વ મધ્ય ઝોનમાં 64.79ટકા અને ઉત્તર ગુજરાતમાં 60.88 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 83.59 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 143 ટકા તો સૌરાષ્ટ્રમાં 115 ટકા વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં 84 ટકા, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 65 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે મોટાભાગના જળાશાયો છલકાયા છે. સરદાર સરોવર ડેમ સહિત કુલ 206 ડેમોમાં પાણીનો જથ્થો 60.66 ટકા થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી 333.92 ફૂટ પર પહોંચી છે. ડેમના રુલ લેવલ કરતા માત્ર 1.8 ફૂટ ઓછુ પાણી છે. ડેમમાં 97 હજાર ક્યુસેક પાણીની આવક અને 84 હજાર ક્યુસેક પાણીની જાવક થઈ છે.

રાજ્યમાં અવિરત વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી 121.92 મીટર પર પહોંચી છે. તેની સાથે જ સરદાર સરોવર ડેમમાં 54.6 ટકા જળસંગ્રહ થયો છે જ્યારે રાજ્યના ડેમની સ્થિતિની વાત કરવામાં આવે તો 94 જેટલા ડેમ હાઈએલર્ટ ઉપર એટલે કે 90 ટકાથી વધુ ભરાયાં છે. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 104 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 1 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ અને સુરતના માંડવી તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 83.59 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 142.57 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 60.88 ટકા વરસાદ નોંધાયો છે.