ગાંધીનગર-

રાજ્યમાં ૨૪ કલાકમાં વરસાદનું જાેર ઘટ્યું છે. આંકડા પ્રમાણે વાત કરીએ તો ગુજરાતનાં ૩૯ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમા સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં ૧.૩૬ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના પોશીનામાં ૧.૧૨ ઇંચ, કચ્છનાં રાપરમાં ૧.૧૧ ઇંચ, અને ભાવનગરનાં તળાજામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે અમદાવાદ શહેરમાં ૧૯ એમએમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે બંગાળની ખાડીમાં જે લૉ પ્રેશર સર્જાયા બાદ સિસ્ટમ બની હતી તે પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે. જેના પગલે હવે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્્યતા નથી. આ સમાચારથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૧૨૧.૦૫ ટકા થયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૨૫૬.૧૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૬૩.૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૩.૨૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૦૪.૬૫ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૮.૫૭ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં ૯૪ તાલુકાઓમાં ૧૦૦૦ મીમીથી વધુ વરસાદ, ૧૩૪ તાલુકાઓમાં ૫૦૧થી ૧૦૦૦ મીમી સુધી, ૨૩ તાલુકાઓમાં ૨૫૧થી ૫૦૦ મીમી સુધી વરસાદ છે. આ સાથે રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૦૦ ટકાથી વધુ ભરાયેલા ડેમ ૧૦૩ છે. રાજ્યમાં કુલ ૬૨ નદીઓ અને ૭૮ મોટા તળાવ ઓવરફલો થયા છે. વરસાદને કારણે રાજ્યનાં કુલ ૨૭૧ રસ્તાઓ અસરગ્રસ્ત થતા તે બંધ કરવામાં આવ્યા છે. જેમાં પંચાયત હસ્તકનાં ૨૨૩, સ્ટેટ હાઇવેનાં ૨૨, નેશનલ હાઇવેનો એક અને અન્ય ૨૫ રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને આગળના ડેમોમાંથી પાણીની આવકને કારણે હાલમાં સરદાર સરોવરમાં ૧૧.૩૦ લાખ ક્્યુસેક પાણી આવી રહ્ય્šં છે. નર્મદા ડેમમાં ૮૧ ટકાથી વધારે પાણી છે.

હાલની સપાટી ૧૩૩ મીટર છે. ડેમમાંથી ૨૩ દરવાજા ૮.૬૫ મીટર ખોલી ૧૧.૩૦ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્ય્šં છે. મંગળવારે ડેમમાં ૭૬૯૧ એમ.સી.એમ. ગ્રોસ સ્ટોરેજ જ્યારે ૩૯૯૧ એમ.સી.એમ. લાઇવ સ્ટોરેજ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, રાજ્યમાં ૨૬થી ૨૯ ઓગસ્ટ સુધી વરસાદનું જાેર ઘટશે. આ ઉપરાંત ૩૦ ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ૩૦ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. ચોથી સપ્ટેમ્બરના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. જે બાદમાં ૭ થી ૧૨ સપ્ટેમ્બર સુધી ફરી વરસાદ પડશે.