અમદાવાદ-

મહેસાણામાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયા ને લાફો મારી દેવાતાં કલાકાર આલમ માં આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે. કાજલ મહેરિયા જ્યારે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર ઘરે ગઈ ત્યારે ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના વિરોધીઓ દ્વારા સિંગર ને લાફો મારી દેવાતાં વાત વધી પડી છે. 

મળતી માહિતી મુજબ લોકપ્રિય ગુજરાતી સોંગ 'મળ્યા માના આશિર્વાદ'થી જાણીતી થયેલી લોકગાયિલા કાજલ મહેરિયા મહેસાણાના મોઢેરામાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ભાઈની ખબર પૂછવા તેના ઘરે ગઇ હતી. ત્યારે અચાનક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના વિરોધીઓ એવા કેટલાક ઈસમો ત્યાં દોડી આવ્યા હતા અને અપશબ્દ બોલીને હુમલો કર્યો હતો. આ સાથે કાજલને લાફો મારવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, ગુજરાતી સિંગર કાજલ મહેરિયા પર ઓર્ગેનાઇઝર બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે અને ખબર પૂછવા ગઈ હતી. ત્યારે આ ઘટના બની હતી. ઓર્ગેનાઇઝર બાબાખાન ના વિરોધીઓએ સિંગર ને નિશાન બનાવી લાફો મારી દીધો હોવાની વાત સામે આવી રહી છે.