મહેસાણ-

જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં ભરવા સ્થાનિક તંત્રને તાકીદ કરતા કડી નગર પાલિકા ટીમે નિયમોનું પાલન ન કરતા એકમો અને નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. કડી નગરપાલિકા વિસ્તારમાં અનેક એવા જાહેર બજારો આવેલા છે, જ્યાં બાળકોથી લઈ વયવૃદ્ધ લોકોને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે છે. જોકે બજારમાં આવતા ગ્રાહકો ખરીદીમાં અને વેપારીઓ વેપારમાં મસ્ત બની રહેતા દુકાનોમાં ભારે ભીડભાળ જોવા મળતી હોય છે અને કોરોના સંક્રમણનું જોખમ પણ વધી રહ્યું છે. ત્યારે સરકારના આદેશ અનુસાર કડી નગરપાલિકાની ટીમ દ્વારા જાહેર વિસ્તારોમાં મુલાકાત કરી માસ્ક વિના ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ જે વેપારીઓ પોતાની દુકાનમાં ભીડભાળ કરતા નજરે પડે તેમની દુકાન બંધ કરાવી કોવિડ19ની ગાઈડલાઈનના ભંગ બદલ નોટિસો આપવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં ભરવા સ્થાનિક તંત્રને તાકીદ કરતા કડી નગર પાલિકા ટીમે નિયમોનું પાલન ન કરતા એકમો અને નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે.