મહેસાણા-

દેશનું ભાવિ વિદ્યાર્થીઓને માનવામાં આવે છે. માટે જ શિક્ષણમાં રાજનીતિ કે અનૈતિકતાને મહાપુરુષોએ વખોડી છે. તેમ છતાં આજનાં સંજોગોમાં શિક્ષણ કાર્યમાં નૈતિકતા જોવા મળતી નથી. હોમિયોપેથી વિષયમાં અભ્યાસ કરતા રાજ્યનાં વિદ્યાર્થીઓની કે જેઓને સરકાર અભ્યાસ દરમિયાન માસિક 5203 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવા છે. આમ, દરેક કોર્ષ માટે સરકાર વિદ્યાર્થીઓને નિયત કરેલ સ્ટાઈપેન્ડ અભ્યાસ કાર્યમાં આર્થિક મદદ પુરી પાડે છે. જોકે તાજેતરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ધ્યાને આવેલ બાબતે શૈક્ષણિક કાર્યમાં સ્ટાઈપેન્ડ બાબતે પોલમપોલ ચાલતી હોવાની વાત સામે આવતા આ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.હોમિયોપેથી કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનાં સ્ટાઈપેન્ડમાં બે વર્ષ અગાઉ 4 હજાર જેટલા રૂપિયાનો વધારો કરાયો હોવા છતાં આજદીન સુધી વિદ્યાર્થીઓને જુની ગણતરી મુજબ જ સ્ટાઈપેન્ડ અપાતું હોવાથી વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા આ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.