મહેસાણા-

જિલ્લામાં અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ ભૂતકાળમાં અનેક વાર બની છે, ત્યારે આવી જ એક ઘટના એક વર્ષ અગાઉ જિલ્લામાં બની હતી. જેમાં હિતેન્દ્ર વાઘેલા નામના શખ્સે એક સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જે ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ આરોપી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. મહેસાણાઃ જિલ્લામાં અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ ભૂતકાળમાં અનેક વાર બની છે, ત્યારે આવી જ એક ઘટના એક વર્ષ અગાઉ જિલ્લામાં બની હતી. જેમાં હિતેન્દ્ર વાઘેલા નામના શખ્સે એક સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જે ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ આરોપી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.મહેસાણા SOG અને AHTU ની ટીમે બતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોકસો અને અપહરણના ગુનાના આરોપીને પકડી ભોગબનનાર મહિલાને મુક્ત કરાવી છે. સાથે જ જડપાયેલા આરોપીને લાંગણજ પોલીસને સોંપી ગુનાની વધુ વિગતો મેળવવા પ્રયત્ન કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.