વડગામ, તા.૧૨ 

બનાસડેરી વ્યસ્થાપકોની આગામી સમયમાં ચૂંટણી યોજાવાની હોય જેના લીધે તમામ દૂધ ઉત્પાદક મંડળીઓમાંથી ઠરાવ કરી સભ્યો આપવાની કામગીરી કરવાની હોય તેમાં ઠરાવ કરવા બાબતે વિવિધ દૂધ ઉત્પાદક મંડળીઓમાં ભારે ડખા જોવા મળ્યા છે.કોદરાલી ગામે પણ દૂધ ઉત્પાદક મંડળીમાં આજે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મંડળીના ચેરમેન દ્વારા મંડળીના જ એક સભાસદનો વિવાદ સામે આવતા ગઇ કાલ સાંજથી મંડળીમા દૂધ લેવાનું બંધ કરાતા સભાસદો દ્વારા હોબાળો મચાવ્યો હતો. મંડળીનો ઠરાવ વિવાદમાં અને ખોટો કરાયોનો ગામ લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો.કોદરાલી દૂધ ઉત્પાદક મંડળીના સભાસદ સદાભાઈ મોતીભાઈ ભીલ દ્વારા રેકૅડની માંગણી કરાતા હોદેદારો દ્વારા યોગ્ય જવાબ ન અપાતા અને માથાકુટ થતા તેઓ દ્વારા છાપી પોલીસ ખાતે અરજી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચેરમેન અભુભાઈ રતુભાઈ ચૌધરી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ સભાસદને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ અરજદારને આની કોઇ લેખિત ન અપાતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું.