સુરત-

શહેરમાં સ્કૂલ ફી ને લઈને વાલીઓ વિરોધ નોંધાવતા આવ્યા છે, ત્યારે સુરતમાં ડોનેશન ઉઘરાવ્યાની ફરિયાદ લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. શહેરના અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી મેટાસ સ્કૂલ વિરુદ્ધ વાલીઓ તેમજ ઓલ સ્ટૂડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા DEO કચેરી પહોચી વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે, અલગ અલગ રીતે 50 જેટલા વાલીઓ પાસેથી ડોનેશન ઉઘરાવવામાં આવ્યુ હતું. જેને લઈને અગાઉ DEOને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત અન્ય વાલીઓ પાસેથી ડોનેશન ઉઘરાવવામાં આવ્યું છે, તેના પુરાવા સાથે સોમવારે ફરી એક વખત રજૂઆત માટે વાલીઓ આવ્યા હતા. વાલીઓએ વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. સુરતની મેટાસ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. વાલીઓ દ્વારા ડોનેશન ઉઘરાવ્યાની ફરિયાદ સાથે DEO કચેરી બહાર વાલીઓએ વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.