ગાંધીનગર-

રાજ્યમાં ફરી એકવખત વરસાદમાં બ્રેક લાગી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ભારે વરસાદની કોઇ જ સંભાવના નથી. આગામી 24 કલાકમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. અત્યારે ભારે વરસાદ આવે તેવી એકપણ સિસ્ટમ ઉદભવી નથી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની કોઇ જ સંભાવના નથી.રાજ્યમાં હજુ પણ 46 ટકા વરસાદની ઘટ છે. જેમાં હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ સોમવાર બાદથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. આ આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે. હવામાનના મતે 24 કલાક દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા ભારે ઝાપટા વરસશે. હાલમાં ભારે વરસાદ આવે એવી એકેય સિસ્ટમ ઉદભવી નથી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં આજ સુધી હજુ 46 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધી હવાનું હળવું દબાણ ઉત્તર તરફ ફંટાતું રહ્યું છે.