ગાંધીનગર-

હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં આજથી 4 દિવસ સુધી વરસાદ પડશે. રાજ્યમાં 12મી જુલાઇ એટલે આજથી 15 જુલાઇ સુધી વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, નવસારી, વલસાડમાં મુખ્યત્વે આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 14 જુલાઇનાં રોજ મંગળવારે આણંદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શકયતા છે. આ 15 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.