ગાંધીનગર-

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ અને દેવભુમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમા તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.