અમદાવાદ, બહુચર્ચિત શહેરની મેટ્રો ટ્રેન અંગે વારંવાર નવા નવા ર્નિણયો શાસકો કરી રહ્યા છે હકીકતમાં ૨૦૧૭માં મેટ્રો નું કામ પૂર્ણ થવાની બાહેધરી આપવામાં આવી હતી પરંતુ હાલ ચારેબાજુ મેટ્રો ની માયાજાળ પથરાયેલી છે કામ જાેર પકડી રહ્યું છે બહુ ચર્ચા થતા વસ્ત્રાલ થી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેન પ્રાયોગિક ધોરણે ગત ૧૨ માર્ચ ૨૦૧૯ થી શરૂ કરવામાં આવી હતી હવે સાસ કો કહી રહ્યા છે કે મેટ્રો ટ્રેન ના ફેઝ-૧ નું ૮૦ ટકા કામ પૂરું થઈ ગયું છે પરંતુ જૂન ૨૦૨૨માં મેટ્રો પાટે ચડી જશે. શહેરના વસ્ત્રાલ ગામ થી થલતેજ અને વાસણા એપીએમસી થી મોટેરા સુધીના ૪૦ કિલોમીટરના મેટ્રો ટ્રેનના ફેઝ-૧ ની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે હાલની સ્થિતિએ મેટ્રો ટ્રેન ની કામગીરી ટકા જેટલી પૂરી થવા પામી છે જ્યારે આગામી જૂન ૨૦૨૨ સુધીમાં કામગીરી પૂરી થઈ જતાં સમગ્ર મેટ્રો રૂટ ઉપર ટ્રેનો દોડાવવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એટલે નવા કેલેન્ડર વર્ષમાં જૂન મહિનામાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન ની કામગીરી અંગે લોકસભા માં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે અમદાવાદમાં ફેઝ-૧ અને ફેઝ-૨ ની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે જેમાં ફેઝ-૧ માનતો ૮૦ ટકા જેટલું કામ પૂરું થઇ ગયું છે જેથી હવે ફેઝ-૧ ની મેટ્રો ટ્રેન જૂન ૨૦૧૨ સુધીમાં દોડતી થઇ જશે હાલ મોઢેરા થી મહાત્મા મંદિર સુધીના મેટ્રોના ફેઝ-૨ ની કામગીરી ૬.૫૦ ટકા પૂર્ણ થઇ છે. ડિસેમ્બર ૨૦૦૦ ૨૩માં મેટ્રો ટ્રેન પાટે ચડશે તેવો અંદાજ શાસકો લગાવી રહ્યા છે સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે હાલ વસ્ત્રાલ ગામ થી ખોખરા બ્રિજ પાસે ના એપરલ પાર્ક સુધી ટ્રાયલ બેઝ પર મેટ્રો ટ્રેન દોડી રહી છે જેના માટે રૂપિયા પાંચ અને દસ સુધી નું ભાડું રાખવામાં આવ્યું છે તારીખ ૧૫ માર્ચ ૨૦૧૯ અત્યાર સુધીમાં વસ્ત્રાલ ગામ થી એપ્રિલ પાર્ક સુધીમાં પાંચ લાખથી વધુ મુસાફરોએ મેટ્રો ટ્રેનની સફર માણી છે.