માઇકલ હોલ્ડિંગે કહ્યું કે, હું શિક્ષાની વાત કરી રહ્યો છું, તો આપણે ભૂતકાળમાં જવું પડશે. શિક્ષિત થવા લોકોએ 100 વર્ષ પાછળ જવું પડશે. ત્યારથી અશ્વેત લોકો સામે નફરતની શરૂઆત થઈ. પછી લોકો કહેશે કે આ ભૂતકાળની વાત છે, પરંતુ ના, તમે તે કહી શકતા નથી અને સમાજ તેને આ રીતે રોકી શકશે નહીં.

66 વર્ષીય હોલ્ડિંગે કહ્યું કે લોકોનું શિક્ષણ દ્વારા બ્રેન વોશ કરવામાં આવ્યું છે. જેમાં અશ્વેત લોકોને નકારાત્મકતા સાથે બતાવવામાં આવ્યા છે. તે જાણવા છતાં કે તેમણે માનવતા માટે કેટલું મોટું યોગદાન આપ્યું છે, આવું કરવામાં આવ્યું છે. બ્રેન વોશ માત્ર અશ્વેત લોકોનું નહિ, સફેદ લોકોનું પણ કરવામાં આવ્યું છે. 

તેમણે કહ્યું કે ધર્મ વિશે વિચારો, જીજસ ક્રાઈસ્ટને જોવો. તેમને કેવા પ્રકારની છબી આપવામાં આવી છે. સફેદ રંગ, ભૂરા વાળ, વાદળી આંખો. જીજસ ક્યાંથી આવ્યા હતા? પરંતુ ફરીથી લોકોને આ રીતે વસ્તુઓ બતાવીને બ્રેન વોશ કરવામાં આવ્યું છે. જો તમે તે દિવસોના નાટકો જુઓ તો જીજસને દગો આપનાર જુડાસને અશ્વેત માણસ બતાવવામાં આવ્યો હતો.

અહીં લોકોનું બ્રેન વોશ કરવામાં આવ્યું હતું કે, અશ્વેત છે તો ખરાબ છે. જો સફેદ વ્યક્તિ માલ લેવા માટે સ્ટોર પર જાય છે, તો મેં હજી સુધી લોકો તેની પાછળ પાછળ રહેતા જોયા નથી, પરંતુ જો કોઈ અશ્વેત માણસ સ્ટોર પર જાય છે, તો લોકો તેનો પીછો કરે છે. તે સફેદ વ્યક્તિ સામાન લૂંટે કે નહિ, તેના વિશે આવો વિચાર આવતો નથી. આવી વસ્તુઓ બદલવાની જરૂર છે.

અશ્વેત લોકોના યોગદાનની વર્ષોથી અવગણના કરવામાં આવે છે. હોલ્ડિંગે કહ્યું કે બલ્બની શોધ થોમસ એડિન્સન દ્વારા કરવામાં આવી હતી, પરંતુ શું તમે કહી શકો કે ફાઈબરની શોધ કોણે કરી છે? ના, કારણ કે તે અશ્વેત માણસ હતો.

તે અમારી શાળાઓમાં ભણાવવામાં આવ્યું નહોતું. તેનું નામ લુઇસ લાટિમર હતું. તમારે બધું શીખવવું જોઈએ. મને અશ્વેત લોકોની સારી સાઈડ વિશે ક્યારેય શીખવવામાં આવ્યું નથી.