ભરૂચ, તા.૨૭ 

ભરૂચની વસંતમિલની ચાલમાં રહેતી એક મહિલાએ બુટલેગરના આતંકથી ત્રાહિમામ પોકારી જઈ હિજરત કર્યા બાદ આખરે તેમના પરિવાર સાથે જિલ્લા પોલીસવડા ને રજુઆત કરી બુટલેગરના ત્રાસમાંથી છોડાવવાની માંગ કરી હતી. વસંતમિલની ચાલ ખાતે આશરે ૯ વર્ષથી રહેતા દક્ષાબેન વસાવા આજરોજ તેમના પરિવાર સાથે એસ.પી. કચેરી ખાતે દોડી આવ્યા હતા. જેમને તેમના વિસ્તારમાં દારોનો વેપલો કરનાર બુટલેગરના ત્રાસમાંથી છોડાવવા માટે એસ.પી.ને ફરિયાદ કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસવડાને કરાયેલ અરજીમાં એમ જણાવ્યુ છે કે તેઓ તેમના પતિ અને બે બાળકીઓ સાથે વસંતમિલની ચાલમાં રહે છે તેમની બાજુમાં રહેતા કંકુબેન વસાવા ગેરકાયદેસર દારૂનું વેચાણ કરે છે તેમણે ત્યાં જગ્યાએથી મોટી સંખ્યામાં માણસો દારૂ પીવા માટે આવે છે. આ લોકો દક્ષાબેનની ઘરની સામે બેસીને દારૂ પીવે છે. કંકુબેન તથા તેમના કુટુંબીજનો અને તેમના મળતીયાઓ ને મળીને પોલીસ ચાલી જાય છે. તેમજ કાયદેસર કાર્યવાહી કરવાની માત્ર વાત જ કરે છે. ખૂબ દબાણ આવે તો જ દારૂ પકડવાનો દંભ કરે છે તેમજ ચોપડે બતાવવા અને પોલીસ પોતાનો બચાવ કરવા પૂરતી જ કાર્યવાહી કરતી હોવાનું જણાય રહ્યું છે તેથી અરજી દ્વારા દક્ષાબેને ભરૂચ પોલીસ વડાને વિનંતી કરી છે કે તેમની તથા તેમના કુટુંબીજનોની રક્ષણ અંગે યોગ્ય કરે તેમજ હાલ તેમની બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે તેથી હાલ તેમના ઘર પાસે બેસીને દારૂડિયાઓ દારૂ પીવે છે અને દક્ષાબેન તથા તેમની દીકરી પર ગંદી નજરે જોય છે તેમજ વિવિધ વાતચીતો કરતાં હોય છે. હાલ દક્ષાબેન હિજરત કરી તેમના સગાને ત્યાં રહેવા આવ્યા છે.