છોટાઉદેપુર, તા.૧૦

છોટાઉદેપુર જિલ્લો એક ગરીબ તેમજ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, જેમાં રોજીરોટી ના સ્ત્રોતો ખૂબ જ મર્યાદિત માત્રામાં હોવાથી દર વર્ષે હજારો મજૂરો પોતાના માદરે વતનને છોડીને પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરવા માતે આઠ-દસ મહિના જેટલો સમય પર ગામ માં રહીને કાળી મજૂરી થકી રોજીરોટી કમાય છે અને પોતાના કુટુંબ નું પેટીયું રળે છે.

 રોજીરોટી આપી શકે તેવા બે જ મુખ્ય સ્ત્રોતો છે.જેમાં એક તો ખેતી અને બીજો ડોલોમાઈટ ઉદ્યોગ જેમાં ખેતી અહીં મોટાભાગે ચોમાસુ ખેતી ઉપર ર્નિભર છે. અને ડોલોમાઈટ ઉદ્યોગ ને છેલ્લા લાંબા સમયથી મંદી એવું ગ્રહણ લાગ્યું છે કે તે પતન ના આરે છે. રાત દિવસ ૨૪ કલાક ચાલતી ફેક્ટરી એક બે પાળી પણ મુશ્કેલ થી ચાલતી થઈ છે. ૫૦ ટકા ઉપરાંત તો બંધ હાલતમાં છે. તેવામાં દાયકા પહેલાં ડોલોમાઈટ ઉદ્યોગના કારણે તેમના મંજૂરી વર્ગ પણ લાલ પીળા રહેતા હતા. તેઓને હવે નિયમિત મજૂરી મળવાના પણ ફાંફા થઇ ગયા છે. જીલ્લાનું ભૌગોલિક વિકાસ થયો છે પરંતુ આજે પણ આર્થિક તેમજ સામાજિક રીતે વિકાસ સંપૂર્ણ થઈ શક્યું નથી સાંભળવા વર્ષોથી મળી રહ્યું છે જિલ્લામાં જી. આઈ. ડી. સી. ની સ્થાપના થવાની છે અને તેની જમીન સંપાદનની પ્રક્રિયા પણ કાર્યરત છે, પરંતુ તેનો કોઇ ઠોસ નિરાકરણ કે ચોક્કસ આગાહી ક્યારે આ પ્રોજેક્ટની શરૂઆત થશે તેવી કોઇ નક્કર સંભાવના હાલની સ્થિતિએ કરવી નકામી છે. જિલ્લાના સંખેડા અને છોટાઉદેપુર તાલુકા એમ બે જગ્યાએ જીઆઇડીસી ની સ્થાપના કરવાનું આયોજન છે. પરંતુ ૬૦ થી ૭૦ એકર જમીન શોધવાની કાર્યવાહી કઠીન છે, છતાં કાર્યરત છે.