વલસાડ, ડાંગ જિલ્લામાં રહેલ પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી છે.સંબંધિત સરકારી વિભાગો વિકાસ કામો માં ખૂબ જ સારી કામગીરી કર્યા ની વાહવાહી ના બણગાં પણ ફૂંકી રહ્યા છે પરંતુ પ્રવાસન સ્થળો ની મુલાકાત કરતા કરોડો રૂપિયાનો વ્યય થયા હોવાની મુલાકાતે આવેલા મુલાકાતીઓમાં ચર્ચાઇ રહ્યું છે. પ્રવાસન સ્થળોના વિકાસની આડમાં સંબંધિત અધિકારીઓ કોન્ટ્રાકટ લઈ રહેલ એજેનસી સંચાલકો એને સંકળાયેલા રાજકીય આગેવાનો મિલીભગત કરી પોતાના ગજવા ભરી રહ્યાની લોકોમાં ચર્ચા ઉઠી છે. ડાંગ માં આવેલ ગીરાધોધ(વધઈ) ,માયાદેવી(ભેંસકાતરી),મહાલ કેમ્પ સાઈટ,ગીરમાળ ધોધ,શબરીધામ સુબીર,પંપા સરોવર,ડોન ડુંગર,પાંડવ ગુફા,અંજનકુંડ, દેવીનામાળ અને સાપુતારાન પ્રવાસન સ્થળોનો વિકાસ થઈ રહયો છે આ પ્રવાસન સ્થળોના વિકાસ માટે પ્રવાસન મંત્રી ગણપત વસાવાનાં પ્રવાસન વિભાગમાંથી કરોડો રૂપિયાનાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ વિકાસ કામ ગણપતભાઈનાં ખાસમ ખાસ પંકજભાઈ પટેલની એજન્સી પી.આર.પટેલને આપવામાં આવે છે. જે એજન્સીનાં સંચાલકો વિકાસ કામોમાં હલકી ગુણવતાનું મટેરિયલ વાપરતા હોવાની લોકોમાં બુમ ઉઠી છે છતાં પણ કોઈ ચકાસણી થતી નથી. દર વર્ષે પ્રવાસન સ્થળો પર કરોડો રૂપિયાનાં કામો થાય છે છતાં પ્રવાસન સ્થળોનો વિકાસ થતો નથી હવે વિકાસ કેમ નથી થતો તે તપાસનો વિષય બન્યો છે કરોડો રૂપિયાની ગ્રાન્ટના કામમાં ગેરરીતિ હોવા છતાં કોઈ તપાસ થતી નથી સમગ્ર કૌંભાંડ પર કેમ પડદા પાડી દેવામાં આવે છે .
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments