પાટણ,તા.૨૦ 

પાંચ એપ્રિલના રોજ પાટણમાં પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં કોરોનાનાં ૪૨૭ કેસ પાટણ જિલ્લામાં નોંધાયા છે. ત્યારે જિલ્લામાં ૨૦ લોકોએ આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. માત્ર પાટણ શહેરમાં જ અત્યાર સુધીમાં ૨૪૦ કેસ નોંધાયા છે. પાટણમાં કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમા આવતીકાલથી પાટણમાં ૧ વાગ્યા સુધી જ દુકાનો ખોલી શકાશે બાદમાં તમામ બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આજથી પાટણમાં ૧ વાગ્યા સુધી જ દુકાનો ખુલશે. ૩૧ જુલાઈ સુધી તમામ ધંધા-રોજગારનો સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી પાટણ શહેરમાં ૨૪૦ કેસ નોંધાયા છે. પાટણ નગર પાલિકા ખાતે કોરોનાને લઈ અગત્યની મિટિંગ મળી હતી. પાટણ શહેરમાં વિસ્ફોટની જેમ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ બેઠક મળી હતી. બેઠકમાં પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જેમા આવતી કાલ એટલે તારીખ ૨૨-૭ થી ૩૧-૭ સુધી તમામ ઘઘાં રોજગાર બપોર ૧ વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા ૧૦ દિવસનું બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે. પાટણ શહેરમાં કોરોનાના અત્યાર સુધી ૨૪૦ કેસ નોંધાયા છે.