ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં ૧૦,૦૦૦ની નજીક પોઝિટીવ કેસો સામે આવ્યા હતા. ગુજરાત પોલીસમાં રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા અને ૩૦૦ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાની ત્રીજી લહેરમાં જે રીતે પોલીસ કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે તેને ધ્યાનમાં લઈને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં કોરોનાથી બચવા માટે તમામ સાધનસામગ્રી અને દવાઓની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સંક્રમણથી બચવા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના અંતર્ગત અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, છ્‌જી ઓફિસ, ર્જીંય્ ઓફિસ અને પોલીસ કમિશનર કચેરીને કોરોના સંક્રમણથી બચાવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેમાં રોજે રોજ પોલીસ કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક સામાજિક સંસ્થા દ્વારા પોલીસ કર્મચારીઓને ટેલીકોલરની સુવિધા આપીને તેઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ડીજીપી કોરોના ગ્રસ્ત થતા ડીજીપી ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનના બે ડોઝ લીધા હોવા જરૂરી રહેશે. આમ ડીજીપી ઓફિસમાં પ્રવેશ મેળવવા માટે હવે ફરજિયાત કોરોના રસીના બન્ને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે તે પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી છે.

ભાટિયાનો ચાર્જ આઈપીએસ ટી. એસ. બિષ્ટને સોંપાયો

કોરોનાના સંક્રમણથી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ બચી શક્યા નથી. ડીજીપી ભાટિયા કોરોના સંક્રમિત થયા છે, જેને લઈને તેમનો ચાર્જ આઈપીએસ ટી. એસ. બિષ્ટને સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં પાંચ જેટલા આઈએએસ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યાર બાદ હવે રાજ્યના ડીજીપી કોરોનાથી સંક્રમિત થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમદાવાદમાં ૫૪ પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત

કોરોનાની પકડ હવે ધીરે ધીરે મજબૂત બની રહી છે અને હવે પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના ભરડામાં સપડાઈ રહ્યા છે. શહેરમાં અત્યારસુધીમાં ૫૪ પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં પોલીસ કર્મીઓના ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો ફ્રન્ટલાઈન વર્કર તરીકે પોલીસને બુસ્ટર ડોઝ અપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાના લીધે સરકારી કચેરીઓમાં ૧૫મી જાન્યુ.એ પણ રજા જાહેર કરવાની ફરજ પડી

રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા તા. ૧૫ મી જાન્યુઆરીના રોજ કોરોના સિવાયની કામગીરી સાથે સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. એક નવી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર હિતમાં તેમજ તમામની સ્વાસ્થ્ય સુખાકારીને ધ્યાનમાં લઈને કોરોના સિવાયની કામગીરી સાથે સંકળાયેલા ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આગામી તા. ૧૫ મી જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવામાં આવી છે. આ જાહેર રજામાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ તેની સાથે સંલગ્ન કચેરીઓ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને તેને સંલગ્ન કચેરીઓ, કલેકટર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કચેરીઓ, પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ (આવશ્યક/ તાત્કાલિક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા કમચારીઓ/ અધિકારીઓ) ગેસ, વીજ વિતરણ કરતી કંપનીઓ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સંલગ્ન કચેરીઓ, પોલીસ તંત્ર, હોમગાર્ડસ, નાગરિક સંરક્ષણ વગેરે જેવી કચેરીઓને આ રજા સંબંધી સૂચના લાગુ પડશે નહિ તેમ જણાવાયું છે.

​​​​​​​અમદાવાદની એલ.જી હોસ્પિ.માં પણ ટેસ્ટ માટે લેબોરેટરી શરૂ

રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. રોજના હવે ૧૫૦૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં  ટેસ્ટની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે  ટેસ્ટ માટે વધુ એક સરકારી લેબોરેટરીની મંજૂરી અમદાવાદમાં મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં પણ આજથી  ટેસ્ટની લેબોરેટરી શરૂ થઈ છે.સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, શહેરમાં વધતા કોરોનાના કેસોના પગલે લોકો ટેસ્ટ વધુ કરાવે છે. જેના પગલે વધુ એક લેબોરેટરી શરૂ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી અને એલજી હોસ્પિટલમાં ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ માટેની મંજૂરી માગવામાં આવી હતી.