અમદાવાદ, દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈએ હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી કરી છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આરોપી આશારામ અને તેના પુત્ર નારાયણ સાંઈના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ મંગાવ્યા છે. ૨૦૧૩માં દુષ્કર્મના ગુના હેઠળ આસારામની ધરપકડ કરવામાં આવી હતી.આસારામના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે જાે કોઈ આરોપીએ આઠ વર્ષ જેલમાં ભોગવ્યો હોય તો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે તેના આધારે પણ જામીન આપી શકાય. વધુ સુનાવણી ૨૬ મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. આસારામ સામે ગાંધીનગર ખાતેથી દુષ્કર્મની ફરિયાદમાં આજે તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. જાે કે, આસારામની રેપ કેસમાં ૨૦૧૩માં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેની ઉંમર ૮૨ વર્ષ થઈ છે. જેથી તેમના વર્ષના જૂન મહિનાના હેલ્થ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જાેકે કોર્ટે તેમના લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે.દેશભરમાં ચર્ચાસ્પદ રહેલા રેપ કેસમાં આસારામ છેલ્લા આઠ વર્ષથી જેલમાં છે, જેથી તેના આરોગ્યની બાબતને આધાર માની જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટ સમક્ષ આસારામના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, કોવિડ પછી ઉપરાંત અન્ય કેટલીક બીમારીઓ છે. જેલના સમય દરમિયાનમાં કેટલીક વાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.