કોલકાતા-

બંગાળની ચૂંટણીમાં ભરપૂર પ્રચાર કરનારા બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ કોરોનાથી સંક્રમિત થયા છે.હાલમાં તેઓ આઈસોલેશનમાં છે. મિથુન ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને એ પછી તેમણે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. જોકે બંગાળમાં ચૂંટણી સભાઓમાં લાખોની ભીડના પગલે હવે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે ચૂંટણી પ્રચાર કરનારા નેતાઓ અને ઉમેદવારો પણ કોરોનાના સપાટામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને ટીએમસીના એક-એક ઉમેદવારનુ કોરોનાના કારણે મોત પણ થયુ છે. બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 59 લોકોના મોત થયા છે અને સંક્રમણનો આંકડો 16000 પર પહોંચ્યો છે. મિથુન પહેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો પણ કોરોના પોઝિટિવ થયા છે. દરમિયાન ચૂંટણી પંચે 2 મેના રોજ જાહેર થનારા પરિણામ બાદ વિજય રેલીઓ કાઢવા પર પ્રતિબંધ મુકી દીધો છે.